ભારત પર ભારે પડી શકે છે EUનો નવો કાર્બન ટેક્સ

બ્રસેલ્સઃ મોદી સરકારના ત્રણ પ્રધાનો ભારત-EU વેપાર અને ટેનોલોજી સમિતિની ટોચની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠકથી મોટી ઘોષણાઓની અપેક્ષા નથી કરવામાં આવી રહી, પરંતું EUના એક નવા નિયમને લઈને બંને પક્ષોની વચ્ચે ટેન્શન છે.

આ પરિષદની ઘોષણા 2022માં યુરોપીય પંચના પ્રમુખ ઉર્સુલા ફોન ડેય લાયનની ભારત યાત્રા દરમ્યાન થઈ હતી. ફેબ્રુઆરી, 2023માં સત્તાવાર પરિષદની સ્થાપના કરવામાં આવી હતી અને હવે બેલ્જિયમમાં એની પહેલી ટોચની બેઠક થઈ રહી છે. આ પરિષદનો ઉદ્દેશ ભારત અને EUની વચ્ચે વેપાર અને ટેક્નોલોજીનાં ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સંબંધોને વધારવાનો છે. એમાં કેટલાંય કાર્યજૂથો છે, જેના દ્વારા બંને પક્ષ કનેક્ટિવિટી, ગ્રીન ટેક્નોલોજી અને લચીલી સપ્લાય ચેઇન જેવા જરૂરી ક્ષેત્રોમાં મળીને કામ કરશે.

EUનો કાર્બન ટેક્સ

ભારત તરફથી વિદેશપ્રધાન એસ. જયશંકર, વેપારપ્રધાન પીયૂષ ગોયલ ને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીપ્રધાન અશ્વિની વૈષ્ણવ એના સહ-અધ્યક્ષ છે. આ EUની બેઠકમાં વિવાદાસ્પદ EU દ્વારા મંજૂર કરવામાં આવેલા EU કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ, જેના હેઠળ જાન્યુઆરી, 2026થી અન્ય દેશોથી EU આવતાં કેટલાંક ઉત્પાદનો પર એક તરફનો કાર્બન ટેક્સ લાગશે.

આ ટેક્સ એ દેશોનાં ઉત્પાદનોની આયાત પર લાગશે, જ્યાં ઉત્પાદન મુખ્ય રીતે કોલસાથી મળનારી ઊર્જા પર નિર્ભર છે. એમાં ભારત પણ સામેલ છે. ભારતથી સ્ટીલ, એલ્યુમિનિયમ, સિમેન્ટ અને ખાતર જેવાં ઉત્પાદનો પર  EU નિકાસ કરતી કંપનીઓએ આ ટેક્સ ભરવો પડશે, જેથી આ ઉત્પાદનોની કિંમતમાં વધારો થવાની શક્યતા છે.