ટોરંટોઃ કેનેડાના પાટનગરમાં કોરોના રોગચાળા સંબંધિત પ્રતિબંધોને કારણે થઈ રહેલા દેખાવોની વચ્ચે ઓટાવાના મેયર જિમ વોટસને રવિવારે ઇમર્જન્સીની ઘોષણા કરી હતી. જોકે આ ઘોષણા ચાલી રહેલા દેખાવોથી સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા, ગંભીર જોખમોને જોતાં કરવામાં આવી છે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે અમેરિકામાં હાજર જૂથોએ પડોશી દેશના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ નહીં કરવો જોઈએ. ઓટાવામાં ટ્રેક્ટરો-ટ્રેલરો અને ખાનગી વાહનોએ વિરોધના બીજા સપ્તાહમાં સામેલ થવા માટે શહેરમાં પ્રવેશવાનો ઉદ્દેશ જસ્ટિન ટ્રુડોના નેતૃત્વવાળી સરકારની રસીની જરૂરિયાતના વિરોધમાં અવાજ ઉઠાવવાનો હતો, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ હજ્જારો ટ્રક-ડ્રાઇવરો અને દેખાવકારોના વિરોધને કારણે શહેરના સ્થાનિક રહેવાસીઓ અને વેપાર-ધંધાર્થીઓ હેરાન-પરેશાન થયા હતા.
વળી, આ દેખાવો નિયંત્રણથી બહાર છે. આ અપમાનજનક વ્યવહાર જે વિચારે છે કે તેઓ એક મોટી પાર્ટી છે તો એ મોટી જોક છે. આ વિરેધ-પ્રદર્શન શાંતિપૂર્ણ થાય તો સારું છે. જોકે આ ઘટનાઓની વ્યાપક તપાસ કરવામાં આવી છે અને શહેરમાંથી કમસે કમ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું. આ પ્રતિબંધોનો વિરોધ કરી રહેલા સ્વતંત્રતા ટ્રક કાફલાને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના નેતાઓનો ટેકો સાંપડેલો છે.