બીજિંગઃ ચીનના દક્ષિણી ગુઆંગ્શી પ્રાંતમાં માર્ચમાં ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. 21 માર્ચે દુર્ઘટનાગ્રસ્ત ચીની પેસેન્જર વિમાન વિશે કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ વિમાનને તોડી પડાયું હતું, એમ મિડિયા અહેવાલો કહે છે. એ દુર્ઘટનામાં બધા 132 પેસેન્જરોનાં મોત થયાં હતાં. બ્લેક બોક્સથી ડેટાનું વિશ્લેષણ કર્યા પછી અમેરિકી અધિકારીઓ દ્વારા પ્રારંભિક તારણોનો હવાલો આપવામાં આવ્યો છે. અધિકારીઓએ કહ્યું હતું કે વિમાનના પાઇલટોએ ઝડપથી ઊતરવા દરમ્યાન એર ટ્રાન્સપોર્ટ નિયંત્રકોને અને આસપાસનાં વિમાનો વિશે કોલનો જવાબ નહોતો આપ્યો.
આ વિમાન યુન્નાન પ્રાંતના કુનમિંગથી ચીનના દક્ષિણ-પૂર્વ તટ પર ગ્વાંગઝુ તરફ જઈ રહ્યું હતું. જ્યારે એ ગુંઆંગ્શી ક્ષેત્રના વુઝઉ શહેરની બહાર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનના બ્લેક બોક્સમાં નોંધવામાં આવેલી ઉડાનની માહિતીથી માલૂમ પડે છે કે કોકપિટ નિયંત્રણ માટે ઇનપુટ કરવામાં આવ્યા હતા, જેનાથી વિમાન ઘાતક રૂપે તૂટી ગયું હતું, એમ વોલ સ્ટ્રીટ જર્નલે (WSJ) અજાણ્યા અધિકારીઓને હવાલો આપતાં કહ્યું હતું.
આ અહેવાલ કહે છે કે વિમાને એ જ કર્યું છે, જે કોકપિટમાં કોઈએ ન કરવા માટે કહ્યું હતું. ચાઇના ઇસ્ટર્ન ફ્લાઇટ MU735 ગુઆંગઝોઉ પહોંચવાના એક કલાકથી પણ ઓછા સમય પહેલાં ફ્લાઇટ ટ્રેકિંગ અને છેલ્લી ક્ષણોમાં કમસે કમ એક કથિત વિડિયોની સાથે આશરે 90 ડિગ્રીએ જમીન પર પડતા બતાવતો હતો. બોઇંગ 737-800 જેટ, ફ્લાઇટ ટ્રેકિંગ સર્વિસ ફ્લાઇટ રડાર દ્વારા રેકોર્ડ કરવામાં આવેલો ડેટા, 29,000 ફૂટથી બે મિનિટથી પણ ઓછા સમયમાં જમીન પર પડ્યું હતું.