નવી દિલ્હીઃ માલદીવમાં ચીન સમર્થક સરકાર બની છે, ત્યારથી માલદીવ અને ભારતની વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ટેન્શન પ્રવર્તી રહ્યું છે. હવે માલદીવના સંરક્ષણપ્રધાન ઘસન મૌમુને દાવો કર્યો હતો કે 2019માં ભારતીય આર્મીએ માલદીવમાં એક સિક્રેટ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે આ ઓપરેશનનો ઉલ્લેખ તો માત્ર તેઓ કરી રહ્યા છે. ભારતે એ દાવાઓને ફગાવી દીધા છે.
માલદીવના સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે જ્યારે માલદીવમાં ભારતીય સેનાના હેલિકોપ્ટર હતાં, ત્યારે તેમના પાઇલટોએ 2019માં એક ગેરકાયદે ઓપરેશન પાર પાડ્યું હતું. તેમણે નેશનલ સિક્યોરિટી સર્વિસ મામલાની રિપોર્ટ જોઈ છે, એમાં આ સિક્રેટ ઓપરેશનનો ઉલ્લેખ છે.
માલદીવમાં ભારતીય હાઇ કમિશને કહ્યું હતું કે ભારતે જેટલાં પણ ઓપરેશન ચલાવ્યાં છે, એ બધા માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF)ને સાથે રાખીને ચલાવ્યા છે. નવ ઓક્ટોબર, 2019એ પણ ચાલક દળની સુરક્ષા પર ફોક્સ કરતાં થિમારાખુશીમાં એક હેલિકોપ્ટરની ઇમર્જન્સી લેન્ડિંગ થયું હતું. હવે વિવાદ એ લેન્ડિંગને લઈને છે, પણ ભારતનું કહેવું છે કે એ લેન્ડિંગ પણ માલદીવના એર ટ્રાફિક કન્ટ્રોલને કોન્ફિડેન્સમાં લઈને કરવામાં આવી હતી. આવામાં એને સિક્રેટ ઓપરેશનનું નામ ના આપી શકાય.
માલદીવ-ભારતના સંબંધો કેમ વણસ્યા?
વડા પ્રધાન મોદીના લક્ષદ્વીપ ગયા પછી માલદીવા એ સમયે કેટલાક મંત્રીઓએ-નેતાઓએ વડાપ્રધાનની વિરુદ્ધ અમર્યાદિત ટિપ્પણીઓ કરી હતી. એને લઈને મજબૂરીમાં મોઇજ્જુને તેમના મંત્રીપદેથી હટવું પડ્યું હતું. ભારતીય પર્યટકોની માલદીવમાં જવામાં ઘટાડો થયાં ટુરિઝમની દ્રષ્ટિએ માલદીવ માટે એક જોખમ છે.