વોશિંગ્ટનઃ વોશિંગ્ટન ડીસીમાં રહેલી પબ્લિક હાઇ સ્કૂલોમાં એક ટીનેજરની ધરપકડ કર્યા છતાં એક પછી એક એમ સતત ત્રીજા દિવસે બોમ્બની ધમકીઓ મળી હતી. આ ધમકીઓ પણ એક બાજુએથી મળી હતી. જોકે રાહતની વાત એ છે કે સ્કૂલોમાંથી કોઈ પણ પ્રકારની જોખમી સામગ્રી નથી મળી. જોકે સ્કૂલોને મળેલી ધમકી પછી પાંચ સ્કૂલોને ખાલી કરાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા સ્કૂલોમાં તપાસ કરવામાં આવી હતી, પણ એ તપાસમાં વાંધાજનક ચીજવસ્તુ નથી મળી.
શહેરને મળી રહેલી સતત આવી ધમકીથી એક જ દિવસમાં સાત હાઇ સ્કૂલોને ખાલી કરાવવામાં આવી હતી અને પોલીસે મહામહેનતે બોમ્બની ધમકી આપનાર એક સંદિગ્ધ આરોપીને ધરપકડ કરવામાં આવી હતી. મેટ્રોપોલિટન પોલીસ વિભાગે ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે કેટલીય બોમ્બની ધમકીઓ સંબંધેમાં એક 16 વર્ષીય કિશોરની ધરપકડ કરવામાં આવી હતી.
બુધવારે અને ગુરુવારે આઇડિયા પબ્લિક ચાર્ટર સ્કૂલ અને મેકિન્લે ટેક હાઇ સ્કૂલને પણ બોમ્બની ધમકી મળ્યા પછી ખાલી કરાવવામાં આવતી હતી. સ્કૂલ સિસ્ટમ આવી ધમકીઓને બહુ ગંભીરતાથી લે છે અને પોલીસ અધિકારીઓએ હજી પણ તપાસ જારી રાખી છે, એમ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયા પબ્લિક સ્કૂલ્સના પ્રવક્તા એનરિક ગુટિરઝે જણાવ્યું હતું,.
