નવી દિલ્હીઃ પાકિસ્તાન કનેક્શનવાળા બિહારના બે સાઇબર ઠગોની પોલીસે ધરપકડ કરી છેં. આ ઠગો ચંપારણના રહેવાસી છે અને તેમની પટનાથી પોલીસે ધરપકડ કરી છે. સાઇબર ઠગનો આ કેસ પાકિસ્તાનથી જોડાયેલો છે. પાકિસ્તાનમાં બેઠાં-બેઠાં ભારતમાં આ ઠગો પોતાના માણસોને ઓપરેટ કરી રહ્યા હતા.
ભારતમાં હાજર ઠગોનું એકાઉન્ટ ખોલાવીને પાકિસ્તાનમાં બેઠાં-બેઠાં આ બદમાશો સાઇબર છેતરપિંડીનો શિકાર બનાવે છે. આ જ એકાઉન્ટમાં તેઓ પૈસા મગાવે છે. કટિહારમાં CSP કેન્દ્ર ખોલવાને નામે હાલના દિવસોમાં સાઇબર ઠગી થઈ હતી. કટિહાર પોલીસે આ છેતરપિંડીના બંટી-બબલી નેસ્તાક આલમ અને ઇશાકુમારીની ધરપકડ કરી હતી. જે પછી આ મામલે બંને જણે ગુનો કબૂલી લીધો હતો. આ લોકોની પાસેથી પોલસને અલગ-અલગ બેન્કોનાં 16 ATM કાર્ડ, રૂ. 8000, છ મોબાઇલ, છ સિમ કાર્ડ, સોના-ચાંદીના કેટલાંક ઘરેણા પણ જપ્ત કર્યા હતાં. નિસ્તાક આલમે સરહદ પાર સાઇબર ક્રાઇમની જાળનો ઓપરેશનલ અડ્ડો પાકિસ્તાનમાં હોવાની વાત કબૂલી હતી. તેમની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી સાઇબર છેતરપિંડીનો મામલો પાકિસ્તાન સાથે જોડાયેલો છે.
ભારતમાં હાજર સાગરિતોનાં ખાતા ખોલાવીને, પાકિસ્તાનમાં હેન્ડલર્સ, લોકોને સાયબર છેતરપિંડીનો શિકાર બનાવે છે. સરગણા આ ખાતાઓમાં પૈસા મોકલે છે અને પછી તે રકમના 10 ટકા ભારતીય સાગરિતને આપે છે અને બાકીના પૈસા હવાલા અથવા અન્ય માધ્યમથી લઇ લે છે. પાકિસ્તાની એજન્ટોનો આનો ઉપયોગ દેશના કોઈ ગુપ્ત દસ્તાવેજો કે રેકી માટે કરી રહ્યા છે તેવા સવાલના જવાબમાં સાયબર ડીએસપી સદ્દામ હુસૈને કહ્યું હતું કે આ સમગ્ર મામલો પણ તપાસ હેઠળ છે. પોલીસ દેશની મોટી એજન્સીઓ સાથે મળીને આ અંગે વધુ તપાસ કરશે.