બીજિંગઃ તાઇવાનને પ્રતિનિધિ ઓફિસ ખોલવાની મંજૂરી આપવામાં આવ્યા પછી ચીને યુરોપના આ નાના દેશ લિથુઆનિયાને ઇતિહાસના કચરાના ડબ્બામાં મોકલવાની ગર્ભિત ધમકી આપી છે. લિથુઆનિયાની વસતિ માત્ર 30 લાખ છે, જ્યારે સામે ચીનની વસતિ વિશ્વમાં સૌપ્રથમ ક્રમે છે. લિથુઆનિયાએ તાઇવાનને મંજૂરી આપવાને મુદ્દે ચીન લાલઘૂમ છે, કેમ કે ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે.
આ પહેલાં ઓગસ્ટમાં લિથુઆનિયાએ કહ્યું હતું કે એ તાઇવાનને પોતાને નામે એક ઓફિસ ખોલવાની મંજૂરી આપશે. આ એલાન પછી ચીને લિથુઆનિયાથી પોતાના એમ્બેસીને પરત બોલાવી લીધા છે. ચીને લિથુઆનિયાથી રાજકીય સંબંધો પણ ઓછા કર્યાં છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિને કહ્યું હતું કે લિથુઆનિયા સાર્વભૌમિક સિદ્ધાંતોને પેલે પાર ઊભું છે, જેનો સુખદ અંત નહીં થાય.
ઝાઓએ ચેતવણી આપી છે કે જે લોકો તાઇવાનના અલગાવવાદી લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે, તેમને ઇતિહાસના કચરાના ડબ્બામાં મોકલી આપવામાં આવશે. લિથુઆનિયા સતત ચીનને પડકાર આપી રહ્યું છે. બંને દેશો વચ્ચેના રાજકીય સંબંધો નીચલા સ્તરે પહોંચ્યા છે. ચીન ઇચ્છે છે કે લિથુઆનિયા તાઇવાનથી રાજદ્વારી સંબંધો ખતમ કરે, પણ એ પીછેહઠ કરવા તૈયાર નથી. ચીનની ધમકીઓની વચ્ચે લિથુઆનિયાના એક સંસદસભ્યએ બીજિંગને પીપલ્સ રિપબ્લિક ઓફ કોમેડી જણાવ્યો હતો. ચીનનું પૂરું નામ પીપલ્સ રિપબ્લિક ઓફ ચીન છે. વળી, એ સંસદસભ્ય તાઇવાન ગયેલા સત્તાવાર પ્રતિનિધિ મંડળના લિથુઆનિયન નેતા માતસ માલદેઇકિસ છે.