USના શિકાગોમાં હિમપ્રલય જેવી ઠંડી! સમગ્ર જનજીવન ઠપ રહેશે, આંખે દેખ્યો વિશેષ અહેવાલ….

અમેરિકાઃ શિકાગોમાં બે દિવસ હિમપ્રલયની સ્થિતિ સર્જાઈ રહી છે. અહીં બે દિવસ સુધી માઉન્ટ એવરેસ્ટ જેટલું તાપમાન રહેશે. આ સ્થિતિને લઇને સરકારે હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. સંભાવના છે કે ૩૦ થી – ૫૫ જેટલું તાપમાન નીચું જશે. છેલ્લાં 56 વર્ષનો ઠંડીનો રેકોર્ડ આ સાથે તૂટી શકે છે.
વર્ષ ૧૯૬૬ પછી શિકાગોમાં પહેલીવાર ઠંડીનું પ્રમાણ –  ૩૦  થી – ૫૫ ડિગ્રી સુધી નીચે જવા પામ્યું છે જેના પગલે શિકાગોમાં હાલ બે દિવસ સુધી હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શિકાગો શહેરની તમામ શાળા કોલેજો બે દિવસ ઠંડીનું પ્રમાણ વધતાં બંધ રહેશે, ઉપરાંત સરકારે ઉંમરલાયક તેમ જ ગર્ભવતી મહિલાઓને બહાર નહીં નીકળવા તેમ જ કામ સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિએ બહાર ન જવા નિર્દેશ કર્યો છે.
ગ્લોબલ વોર્મિંગની અસર શિકાગો પર સીધી પડી રહી હોય તેવું માનવામાં આવી રહ્યું છે, મંગળવારે સાંજે પાંચ વાગ્યાથી ગુરુવારે બપોરે બાર વાગ્યા સુધી શિકાગોનું તાપમાન –  ૩૦ થી લઈને – ૫૫ ડિગ્રી સુધી જશે. આવી હાડ થીજવતી ઠંડીને પગલે શિકાગો સરકારે હાઈ એલર્ટ જાહેર કરી કોઈ પણ વ્યક્તિને કામ સિવાય બહાર ન નીકળવા નિર્દેશ કર્યો છે. ઉપરાંત શહેરની તમામ શાળા કોલેજો પણ બંધ રહેશે. શિકાગોમાં છેલ્લે ૧૯૬૬ ના વર્ષમાં આ પ્રકારની ઠંડીનો અનુભવ થયો હતો. આ ઠંડીનો અનુભવ એટલાન્ટિક તેમજ દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ પર જેટલી ઠંડીનું પ્રમાણ હોય છે તેટલી ઠંડી નો અનુભવ થશે.
શિકાગોમાં ત્રણ દિવસ ઠંડીના જોરના પગલે પોસ્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, કે કોઈ પણ વ્યક્તિએ પોતાનો પત્ર વ્યવહાર ત્રણ દિવસ સુધી ન કરવો, ત્યારબાદ પત્ર વ્યવહાર નિયમિત સમય પ્રમાણે ચાલશે.
શિકાગો શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતાં કોઈ પણ વ્યક્તિ ખુલ્લા શરીરે જો ચાર મિનિટ રહે તો, તેનું શરીર થીજી જશે. એટલે કે ચાર મિનિટ સુધી જો કોઇ વ્યક્તિ હાથ બહાર રાખે તો તેનો હાથ કામ કરતો બંધ થઇ જાય. શિકાગોના વોટર સપ્લાય વિભાગ દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું છે કે, પાણીનો નળ સતત ચાલુ રાખવું નહીંતર, ઠંડીના પ્રમાણને લઈને પાઇપલાઇન પણ થીજી જઇ શકે છે. 
મંગળવારે સાંજે પાંચ વાગ્યાથી ગુરુવારે બપોરે બાર વાગ્યા સુધી શિકાગોની મોટાભાગની ઓફિસ તેમજ કામ ધંધાની જગ્યા બંધ રહે તેવી શક્યતા છે. જે પ્રકારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેને લઇને હાલ જનજીવન પણ ખોરવાઈ ચૂક્યું છે.
છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા સ્નો ફોલને પગલે શિકાગોના મોટાભાગના રસ્તાઓ પર બરફની ચાદર પથરાઈ ચૂકી છે. આ બરફને ઉલેચવાનું કામ કરતાં ટોમ લી   સાથે  chitralekha.com દ્વારા વાત કરવામાં આવતા. ટોમ લીએ જણાવ્યું હતું કે બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવું ટાળવું અને જો ઘરની બહાર નીકળો તો બને તેટલા વધારે ગરમ કપડાં પહેરીને નીકળવું. શિકાગોમાં આ બે દિવસ દરમિયાન પોલીસ સ્ટેશન લાઈબ્રેરી સહિતની જાહેર જગ્યાઓ સિવાય મોટાભાગની તમામ જગ્યાઓ બંધ રહેશે. ઉપરાંત સરકારે તમામ લોકોને નિર્દેશ કર્યો છે કે, આવી હાડ થીજવતી ઠંડીને પગલે તમામ લોકોએ હીટરનો ઉપયોગ વધુમાં વધુ કરવો. 
શિકાગોમાં બે દિવસ દરમિયાન હાડ થીજવતી ઠંડીને પગલે, ગરીબ અને હોમલેસ એવા વ્યક્તિઓ માટે સ્વૈચ્છિક સંસ્થાઓ કામે લાગી છે. આ સંસ્થાઓ  હોમલેસ વ્યક્તિઓને હાલ ૪૩૨૨ હિટરવાળા રૂમમાં  રાખશે. અહીં વસતાં તમામ ભારતીયોએ પણ આ પ્રકારની ઠંડીનો અનુભવ પ્રથમ વખત થઈ રહ્યો હોવાનું સ્વીકાર્યું છે, અને ભારતીયોએ પણ એકબીજાને મદદ કરવાનું શરૂ કરી દીધું છે.
શિકાગો શહેરમાં ગુરુવાર પછી ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે નિયંત્રણમાં આવશે અને ત્યાર બાદ જનજીવન ફરી રાબેતા મુજબ થશે.
યુએસએથી નીરવ ગોવાણીનો અહેવાલ
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]