પંજાબના આરોગ્યપ્રધાન જેલમાં; પોલીસ રીમાન્ડ પર
ચંડીગઢઃ ભ્રષ્ટાચારના આરોપને પગલે આજે સવારે બરતરફ કરવામાં આવેલા પંજાબના આરોગ્ય પ્રધાન વિજય સિંઘલાને મોહાલી શહેરની અદાલતે સાંજે 27 મે સુધી પોલીસ રીમાન્ડ પર મોકલી દીધા હતા. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને સવારે સિંઘલાને બરતરફ કર્યા બાદ તરત જ પોલીસે સિંઘલાની ધરપકડ કરી હતી. માને કહ્યું કે, એમની સરકાર...