કેલિફોર્નિયાને મળ્યા પહેલા શીખ મેયર

કેલિફોર્નિયાઃ મિકી હોથીએ કેલિફોર્નિયામાં ઇતિહાસ રચ્યો છે. તેમને સર્વસંમતિથી ઉત્તરી કેલિફોર્નિયાના લોદી શહેરના 117મા મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. એ સાથે શહેરમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરવાવાળા પહેલા શીખ બની ગયા છે. હોથીના માતાપિતા ભારતના પંજાબના વતની છે. તેઓ આ પહેલાં ડેપ્યુટી મેયરના રૂપમાં કાર્યરત હતા.

તેઓ કોમન કાઉન્સિલની બેઠકોની અધ્યક્ષતા કરશે અને શહેરના કાર્યકારી અધિકારીના રૂપે કામ કરશે. તેમનું નામ લિસા ક્રેગ દ્વારા નોમિનેટ કરવામાં આવ્યું હતું, જેમણે નવેમ્બરમાં મેયર માર્ક ચાંડલરની બેઠક પરથી ચૂંટણી જીતી હતી. બુધવારની બેઠકમાં તેઓ સર્વસંમતિથી ડેપ્યુટી મેયર બન્યા હતા. હોથી જિલ્લાના પાંચમા મેયર તરીકે સેવાઓ આપશે.

કેલિફોર્નિયામાં આર્મસ્ટ્રોંગ રોડ પર શીખ મંદિરની સ્થાપનામાં તેમના પરિવારે મહત્ત્વવની ભૂમિકા ભજવી હતી. હોથીએ પોતાનો અનુભવ વર્ણવતા લખ્યું હતું કે ગ્રીક, જર્મન અને હિસ્પેરિક સમાજ સમાન છે, જે અમારાથી પહેલાં આવ્યો હતો. પ્રત્યેક જણ લોદી એટલા માટે આવ્યા હતા કે એ એક સુરક્ષિત પારિવારિક શહેર છે. આ શહેરમાં શિક્ષણ, લોકો, સંસ્કૃતિ અને આકરી મહેનત કરવાવાળા લોકો રહે છે. મને અહીં આગામી મેયર તરીકે પ્રતિનિધિત્વ કરવા પર ગર્વ છે.