ઢાકાઃ બાંગ્લાદેશના બંદરગાહ શહેર ચિત્તાગોંગમાં ગઈ કાલે રાતે એક ખાનગી કેમિકલ કન્ટેનર ડેપોમાં ભયાનક વિસ્ફોટ થયો હતો અને ભીષણ આગ ફાટી નીકળી હતી. તે દુર્ઘટનામાં ઓછામાં ઓછા 35 જણનાં મરણ નિપજ્યા છે અને બીજા સેંકડો લોકો ઈજા પામ્યાં છે.
સીતાકુંડ વિસ્તારમાં આવેલા કન્ટેનર ડેપોમાં આગ લાગી હતી. એમાં આશરે 450 જણને ઈજા થઈ છે. મૃત્યુઆંક વધવાની સત્તાવાળાઓને આશંકા છે. સરકાર સંચાલિત ચટ્ટગ્રામ મેડિકલ કોલેજ હોસ્પિટલના શબઘરમાં અત્યાર સુધીમાં 35 મૃતદેહોને લાવવામાં આવ્યા છે.
વિસ્ફોટ અને આગનું કારણ જાણવા મળ્યું નથી, પરંતુ એવું મનાય છે કે કેટલાક કન્ટેનરોમાં રસાયણો ભરવામાં આવ્યું હતું એને કારણે દુર્ઘટના સર્જાઈ હોવી જોઈએ.