ન્યુ યોર્કઃ અમેરિકી સ્પેસ એજન્સીએ કહ્યું હતું કે બુધવારે (આજે) એક સંભવિત રીતે ખતરનાક એસ્ટ્રોઇડ –જેની પહોળાઈ 91 મીટર છે, એ પૃથ્વીની પાસેથી પસાર થવાનો છે. એજન્સીએ આને ખતરનાક ગણાવતાં ચેતવણી ઉચ્ચારી છે.
નાસા 2013 WV44 નામના ખડક (એસ્ટ્રોઇડ)ની હિલચાલ પર નજર રાખી રહી છે, જેનો વ્યાસ 160 મીટર છે. અમેરિકી સ્પેસ એજન્સીના સેન્ટર ફોર નિયર-અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝમાં કહેવામાં આવ્યું છે કે એસ્ટ્રોઇડ પૃથ્વીથી 30 લાખ કિલોમીટરની નજીકથી પસાર થશે. જે ખગોળીય પિંડોને મામલે ઘણો નજીક છે, પણ એનાથી પૃથ્વીથી કોઈ જોખમ નથી.
નાસાએ સૌપ્રથમ વાર 2013માં આ એસ્ટ્રોઇડની શોધ કરી હતી અને ખગોળવિદોની એક ટીમે કહ્યું હતું કે એ ધ્વનિની ગતિથી આશરે 34 ગણો વધુ 11.8 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે આગળ વધે છે. એ એસ્ટ્રોઇડ 28 જૂને બપોરે 1.30 કલાકે પૃથ્વીની સૌથી નજીક આવશે. નાસા અને અન્ય સ્પેસ એજન્સીઓ હાલમાં સેંકડો અન્ય સંભવિત ખતરનાક ચીજવસ્તુઓ પર નજર રાખી રહી છે, જે પૃથ્વી પર જીવન માટે જોખમ ઊભું કરી શકે છે.
નાસાએ હાલમાં બસના આકારના એક અન્ય એસ્ટરોઇડ વિશે પણ ચેતવણી ઉચ્ચારી હતી, જે પૃથ્વીથી નજીક હોવાની આશંકા હતી. નાસાના એસ્ટ્રોઇડ વોચ પેજ પર આપવામાં આવેલી માહિતી અનુસાર JL1 નામથી ઓળખાતા એસ્ટ્રોઇડની લંબાઈ 39 ફૂટ છે અને એ પૃથ્વીથી આશરે 2.49 લાખ કિલોમીટર દૂરથી પસાર થશે. વળી એની ઝડપ પ્રતિ કલાક 26,316 કિલોમીટરની છે.