આર્જેન્ટિનાના ઉપ રાષ્ટ્રપતિ હુમલામાં આબાદ બચ્યાં

બ્યુનોર્સ અર્સઃ આર્જેન્ટિનાનાં ઉપ રાષ્ટ્રપતિ ક્રિસ્ટિના કિર્ચનર એક હુમલામાં આબાદ બચી ગઈ હતી. વાસ્તવમાં ક્રિસ્ટિના કિર્ચનર સમર્થકો પાસે અભિવાદન લઈ રહ્યાં હતાં, ત્યારે અચાનક એક વ્યક્તિએ તેમને માથે એક પિસ્તોલ તાકી દીધી હતી. જોકે પિસ્તોલ તાકનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે, એમ સુરક્ષાપ્રધાન અનિબાલ ફર્નાન્ડિઝએ આ માહિતી આપી હતી.

આ ઘટનાના ફુટેજ અનેક ટેલીવિઝન ચેનલો પર પ્રસારિત કરવામાં આવ્યાં હતાં. આ વિડિયોમાં  આરોપી ઉપ રાષ્ટ્રપતિના માથે બંદૂક તાકનાર નજરે ચઢી રહ્યો છે. આ ઘટના એ સમયે બની હતી, જ્યારે તેઓ બ્યુનોર્સ અર્સના ઘરે જતી કારમાંથી બહાર નીકળી રહ્યાં હતાં.

ઉપ રાષ્ટ્રપતિને બંદૂક બતાવનાર બ્રાઝિલની વ્યક્તિ છે, જેની ઉંમર 35 વર્ષ છે અહેવાલ હતા કે તેણે ટ્રિગર દબાવ્યું હતું, પણ એ મિસ પાયર થયું હતું. ફર્નાન્ડિઝે જણાવ્યું હતું કે ફોરેન્સિક પોલીસ કર્મચારીઓ હવે વધુ માહિતી મેળવવા તેની આંગળીઓનાં નિશાનનું વિશ્લેષણ કરશે. ગયા સપ્તાહે સેંકડો કાર્યકર્તાઓ ક્રિસ્ટિના કિર્ચનરના ઘરની સામે જમા થયા છે. તેમના પર છેતરપિંડીનો આરોપ છે. કિર્ચનર સેનેટનાં અધ્યક્ષ છે.

વર્ષના અંત સુધીમાં એક કેસનો ચુકાદો આવવાની અપેક્ષા છે. જો તેમને દોષી ઠેરવવામાં આવશે, ત્યાં સુધી તેઓ જેલ નહીં જાય, જ્યાં સુધી દેશની સર્વોચ્ચ કોર્ટ તેમની સજાની પુષ્ટિ નહીં કરે. તે વર્ષ 2023ના અંતમાં આગામી ચૂંટણીમાં પોતાની સેનેટની સીટ નહીં ગુમાવે.