હ્યુસ્ટનમાં અમેરિકાએ ચીની કોન્સ્યુલેટ બંધ કરાવ્યું

હ્યૂસ્ટનઃ અમેરિકાના ફેડરલ એજન્ટ અને સ્થાનિય તંત્રના અધિકારીઓએ હ્યૂસ્ટન સ્થિત ચીનના કોન્સ્યુલેટને બંધ કરાવી દીધું છે. અમેરિકાએ આરોપ લગાવતા એમ્બેસી બંધ કરાવી કે, આનો ઉપયોગ ચીન જાસૂસી માટે કરી રહ્યું છે. આ પહેલા ચીનની એમ્બેસીએ અમેરિકાના વિદેશ મંત્રાલયના આદેશને માનવાની મનાઈ કરી હતી અને કહ્યું હતું કે, અમારું કાર્યાલય આવતા આદેશ સુધી ખૂલ્લું રહેશે. બાદમાં ચીનના આ કેન્સ્યુલેટને બંધ કરાવી દેવામાં આવ્યું અને અધિકારીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. અમેરિકી અધિકારીઓએ કહ્યું કે, કોન્સ્યુલેટ ટેક્સાસના એક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂશનમાં ફ્રોડમાં જોડાયેલા હતા અને ચીની અધિકારી સીધે સીધા જ રિસર્ચર્સને નિર્દેશ આપી રહ્યા હતા કે, તેમણે કઈ જાણકારીઓ એકત્ર કરવાની છે.

જસ્ટિસ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, હ્યૂસ્ટન કોન્સ્યુલેટની ગતિવિધિઓ 25 થી વધારે શહેરોમાં ચાલનારા લોકોના એક મોટા નેટવર્કની ઝલક છે કે જ્યાં  કોન્સ્યુલેટથી સપોર્ટ મળી રહ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોન્સ્યુલેટ લોકોને કેવી રીતે તપાસમાંથી બચવાનું છે અને આમાં વિક્ષેપ પાડવાનો છે તેને લઈને નિર્દેશ આપી રહ્યું હતું અને આ ક્ષમતાને સમજી શકાય છે અને આખા દેશમાં આવું નેટવર્ક ચાલી રહ્યું છે.