શિકાગો પહોંચ્યો ચીનનો વિરોધઃ ચાઈનિઝ એમ્બેસી બહાર પ્રદર્શન

શિકાગોઃ ભારતીય અમેરિકી સંપ્રદાયના લોકોએ ત્યાં આવેલી ચીનની એમ્બેસી બહાર બેજિંગ વિરુદ્ધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓના હાથોમાં બેનર હતા જેમાં લખ્યું હતું કે ચાઈના સ્ટોપ બુલિંગ. એક અન્ય બેનરમાં લખ્યું હતું કે ચીની ઉત્પાદનોનો બહિષ્કાર કરો અને અમેરિકી ખરીદો. પ્રદર્શનકારીઓના હાથોમાં કેટલાય પ્રકારના પોસ્ટર્સ હતા કે જેમાં લખ્યું હતું કે, તાઈવાન અને તિબેટ ચીનનો ભાગ નથી. પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ ભારત અને અમેરિકાના ઝંડા લહેરાવ્યા હતા. એક પ્રદર્શનકારીએ કહ્યું કે, ચીન અમેરીકી નોકરીઓની ચોરી કરી રહ્યા છે. ચીન વિયેતનામ, તાઈવાન, સિંગાપુર અને ભારત સહિત દુનિયાના કેટલાય દેશોનેધમકી આપી રહ્યું છે. તેમણે કહ્યું કે, ચીન દરેક લોકોને ડરાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. અમે આનો વિરોધ કરવા માટે અહીંયા છીએ. અમે આર્થિક સુધારાઓની શોધ કરી રહ્યા છીએ અને તેને યોગ્ય વ્યવહાર કરવા અનુરોધ કરી રહ્યા છીએ. પ્રદર્શનકારીએ ચીન પર કોવિડ-19 મહામારીના પ્રસારનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, તમામ વાયરસ ચીનથી આવ્યા છે. ચીને વિશ્વને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. વિશ્વભરમાં લાખો લોકો વાયરસના કારણે પીડાઈ રહ્યા છે.

આ પહેલા કેનેડામાં ભારતીય સંપ્રદાયે વૈંકૂવરમાં ચીની એમ્બેસીના કાર્યાલય બહાર ચીન વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. બેજિંગ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરતા લોકોને બેંક ઓફ ચાઈના અને ભારતમાં લોકોને મારવાનું બંધ કરોના બેનર્સ હાથમાં લઈને વિરોધ કર્યો હતો.