પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ ભ્રષ્ટાચારના જૂના કેસમાં ફસાયા

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કામ કરતી એક સરકારી સંસ્થાએ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને ત્રણ અન્ય લોકો વિરુદ્ધ ભ્રષ્ટાચારનો વધુ એક કેસ દાખલ કર્યો છે. આ કેસ 34 વર્ષ પહેલા પંજાબ પ્રાંતમાં જમીનની ગેરકાયદેસર વહેંચણી સાથે જોડાયેલો છે. પોતાની મેડિકલ સારવાર માટે અત્યારે લંડનમાં રહી રહેલા 70 વર્ષીય શરીફ વિરુદ્ધ ધરપકડનું વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ કોઈપણ સમનનો જવાબ ન આપવા પર એનએબીએ ફરીફને ભાગેડુ જાહેર કરવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. એનએબી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં જે ત્રણ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે તેમાં જિયો મીડિયા ગ્રુપના માલિક મીર શકીલુર રહમાન, એલડીએના ડાયરેક્ટર હુમાયુ ફેઝ રસૂલ અને પૂર્વ ડાયરેક્ટર મિયા બશીરનો સમાવેશ થાય છે. આરોપ છે કે 1986 માં જ્યારે પંજાબના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે નિયમો બતાવીને મીર શકીલુર રહેમાનને લાહોરમાં 54 કેનાલ ભૂમિ આપી હતી.

રહેમાનની 12 માર્ચના રોજ એનએબીએ ધરપકડ કરી હતી બાદમાં તે ન્યાયિક રિમાન્ડ પર છે. શરીફ અને એલડીએના બે અધિકારીઓ પર નિયમોનું ઉલ્લંઘન કરીને રહેમાનને કેનાલની નજીક આવેલી કિંમતી જમીન આપવા માટે પદનો દુરુપયોગ કરવાનો આરોપ છે.