ઓમાન-યમનનું રણ તીડોનું મુખ્ય ઉદગમ સ્થાન

હિસ્સારઃ તીડોનું ટોળું હરિયાળીનું દુશ્મન છે. જે દિશામાં પવન હોય એ દિશામાં તીડો આગળ વધે છે. એનું મુખ્ય બ્રિડિંગ સેન્ટર ઓમાન અને યમનનું રણ છે. ત્યાંથી એ સોમાલિયા, આફ્રિકા, ઇરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાનથી આપણા દેશના રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરે છે. રાજસ્થાનમાં આવતાં સુધીમાં આ તીડોની સંખ્યામાં અધધધ વધારો થઈ ચૂક્યો છે. રાજ્ય સરકાર ઇચ્છે તો આ ટોળાને સંપૂર્ણ રીતે ખતમ થઈ શકે છે. આ તીડોનું ટોળું કોઈને કોઈ વિસ્તારમાં ઝાડો પર અને નીચે આરામ કરે છે. એ દરમ્યાન સ્પ્રે કરવામાં આવે તો બધાં તીડોનો નાશ થઈ જાય.

તીડો એક દિવસમાં 150 કિલોમીટર સુધી જઈ શકે

આ માહિતી ચૌધરી ચરણ સિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટીના સેવા નિવૃત્ત મુખ્ય વૈજ્ઞાનિક ડો. નંદલાલ ભાટિયાએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તીડો રેતીમાં ઈંડાં વધુ મૂકે છે. આને કારણે જ પાકિસ્તાનથી રાજસ્થાનના વિસ્તારોમાં પહોંચતાં-પહોંચતાં એમની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ જાય છે. આ તીડો એક દિવસમાં 150 કિલોમીટર સુધી જઈ શકે છે. આ તીડના ટોળાની લંબાઈ કમસે કમ અડધો કિલોમીટર હોય છે. આ ટોળું  જે જગ્યાએ બેસે છે એને ચટ કરી જાય છે. આ હરિયાળીનું દુશ્મન છે. આ નરમ ચીજવસ્તુઓને નિશાન બનાવે છે. જુવાર, બાજરી, ધાન્ય, ઘઉં, ભીંડાં, કપાસ, પપૈયાં, જામફળ અને લીંબુનાં પાંદડાં વગેરેને વિશેષરૂપે નિશાન બનાવે છે. પંજાબથી માંડીને બિહાર સુધી પહોંચશે.

તીડોની સરેરાશ વય 70 દિવસની હોય

તીડોનું ટોળું રાજસ્થાનથી હરિયાણા થતાં દિલ્હીમાં પ્રવેશ કરી ચૂક્યું છે. એ પંજાબ, ઉત્તર પ્રદેશથી માંડીને બિહાર અને ઓડિશા સુધી જઈ શકે. એની સંખ્યા ધીમે-ધીમે ઓછી થતી જશે. તીડોની સરેરાશ વય 70 દિવસની હોય છે. આ દરમ્યાન તીડો જ્યાં સુધી જઈ શકે, ત્યાં સુધી જાય છે. માત્ર આરામ કરવા માટે રોકાય છે. અન્યથા આગળ વધતાં રહે છે. કોઈ એક દેશ નહીં આ વૈશ્વિક સમસ્યા છે.

તીડોથી મોટા ભાગના દેશ પરેશાન

તીડોથી કેટલાક દેશ નહીં પણ વિશ્વના મોટા ભાગના દેશ પરેશાન છે. આ વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. ઇન્ટરનેશનલ ફૂડ્સ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન આના પર કામ કરી રહ્યું છે. બધા દેશો પોતાના સ્તરે પ્રયાસ કરી રહ્યા છે. સરકારોએ હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ કરે. એનાથી એનો પૂરી રીતે ખાતમો કરવો સરળ રહેશે ડ્રોનના માધ્યમથી પણ સ્પ્રે કરી શકાય. હવે સરકારે લોકોને ઘણા જાગ્રત કર્યા છે એનાથી લોકો પહેલેથી જ સતર્ક છે. તીડોને દેખતાં ઢોલ અથવા થાળી વગાડવા માંડે છે. આ ટોળું નીચે નથી આવતું. આવી પણ જાય તો અવાજથી ટકતું નથી.