બિલ ગેટ્સ 67 વર્ષે ફરી પડ્યા પ્રેમમાં

ન્યૂયોર્કઃ માઈક્રોસોફ્ટ કંપનીના 67 વર્ષીય સહ-સંસ્થાપક અને વિખ્યાત ઉદ્યોગપતિ બિલ ગેટ્સ 60 વર્ષીય પૌલા હર્ડ સાથે રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે. પૌલાનાં પતિ માર્ક હર્ડનું 2019માં અવસાન થયું હતું. માર્ક હર્ડ સોફ્ટવેર કંપની ઓરેકલના સીઈઓ હતા. બિલ ગેટ્સ એક વર્ષથી વધારે સમયથી અને પૌલા હર્ડને ડેટિંગ કરી રહ્યાં છે. ગયા મહિને મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ સિંગલ્સ ફાઈનલ વખતે બંને જણે સ્ટેન્ડમાં સાથે બેસીને મેચ નિહાળી હતી.

બિલ ગેટ્સને એમની પત્ની મેલિન્ડા ફ્રેન્ચ-ગેટ્સ (58)એ બે વર્ષ પહેલાં છૂટાછેડા આપીને એમનાં 27 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો હતો. 2021ના ઓગસ્ટમાં એમનાં છૂટાછેડા કાયદેસર બન્યા હતા. ગેટ્સ અને મેલિન્ડાને ત્રણ સંતાન છે – પુત્રીઓ જેનિફર (26) અને ફોબી (20) અને પુત્ર રોરી (23). જેનિફરે નેયલ નાસર સાથે લગ્ન કર્યાં છે અને તે ગર્ભવતી છે. પૌલા હર્ડ અને માર્ક હર્ડનું લગ્નજીવન 30 વર્ષનું રહ્યું હતું. માર્કનું 2019ના ઓક્ટોબરમાં નિધન થયું હતું. એમને સંતાનમાં બે પુત્રી છે – કેથરીન અને કેલી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]