ફ્રાન્સમાં યુવાઓને મફતમાં કોન્ડોમ અપાશેઃ પ્રમુખની જાહેરાત

પેરિસઃ ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુએલ મેક્રોને જાહેરાત કરી છે કે દેશમાં યુવા લોકોને આવતા વર્ષથી મફતમાં કોન્ડોમ આપવામાં આવશે. સેક્સને કારણે રોગો (STDs)નો થતો ફેલાવો અટકાવવાના પ્રયાસરૂપે સરકારે આ નિર્ણય લીધો છે.

મેક્રોને ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આવતી 1 જાન્યુઆરીથી 18થી 25 વર્ષ સુધીની વયનાં લોકોને દવાની દુકાનો (મેડિકલ સ્ટોર્સ)માં કોન્ડોમ મફતમાં મળશે. દેશના આરોગ્ય સત્તાધિશોએ એવો અંદાજ દર્શાવ્યો છે કે ફ્રાન્સમાં 2020 અને 2021ના વર્ષોમાં STDsના ફેલાવામાં આશરે 30 ટકાનો વધારો નોંધાયો હતો.