ટોક્યોઃ જાપાનમાં શનિવારે ભૂકંપના તેજ આંચકા આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર શનિવાર બપોરે દેશની રાજધાની ટોક્યોની નજીક ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર ટોક્યોથી 362 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું. ભારતીય સમય અનુસાર ભૂકંપ 2.39 બપોરે આવ્યો હતો અને એ 77 કિલોમીટર ઊંડો હતો. જાપાનની મીટિરિયોલોજિકલ એજન્સી (JMA)એ ભૂકંપના આંચકા પછી સુનામીની એડવાઇઝરી જારી કરવામાં આવી છે. એજન્સીએ કહ્યું હતું કે મિયાગી ક્ષેત્રમાં પ્રશાંત મહાસાગરમાં 60 કિલોમીટર અંદર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
JMAના અનુસાર વર્ષ 2011માં ભૂકંપ અને સુનામીથી પ્રભાવિત ક્ષેત્ર મિયાગીમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. એજન્સીએ એક મીટર ઊંચાઈવાળી લહેરોની સુનામી આવવાની ચેતવણી જારી કરવા આવી છે.
ભૂકંપથી મિયાગીના અનેક વિસ્તારોમાં નુકસાન પહોંચ્યું છે. અહીં જાપાનનો એક ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પણ છે, જે હાલ સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગત મહિને જાપાનના પૂર્વી સમુદ્રકાંઠે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એ સમયે સુનામીની કોઈ જ ચેતવણી જાહેર કરાઈ ન હતી. હજી સુધી આ ભૂકંપથી કોઈ મોટા જાનમાલના નુકસાન નથી.