વેલિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વના દેશોમાં 4 લાખથી વધારે લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. તો 73 લાખથી વધારે લોકો સંક્રમિત છે. આ બધા વચ્ચે સારા સમાચાર એ છે કે, વિશ્વના 25 જેટલા દેશો એવા છે કે જે કોરોના વાયરસથી મુક્ત થઈ ચૂક્યા છે. આ લિસ્ટમાં તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડનો સમાવેશ થયો છે. અહીંયા કોરોના વાયરસનો છેલ્લો દર્દી ગઈકાલે સ્વસ્થ થયો હતો. આ 25 દેશોમાં કોરોના વાયરસનો એકપણ એક્ટિવ કેસ નથી. જો કે, આ દેશોએ હજી પણ સંક્રમણને લઈને આપવામાં આવેલી સુરક્ષા ગાઈડલાઈન્સનું પાલન કરવું જરુરી છે. આ દેશોમાં કોરોના વાયરસના ખાત્માએ દુનિયાના અન્ય દેશોને પોતાની લડાઈ અને વધારે ધારદાર તેમજ પ્રભાવી બનાવવા માટે પ્રોત્સાહિત પણ કર્યા છે.
કોરોના-મુક્ત દેશોનું લિસ્ટ
- ન્યૂઝીલેન્ડ
- પાપુઆ ન્યૂ ગિની
- સેશેલ્સ
- ફિજી
- ત્રિનિડાડ એન્ડ ટોબેગો
- લાઓસ
- વેટિકન સિટી
- ગ્રીનલેન્ડ
- મકાઓ
- માંટેનિગ્રો
- ઈરિટ્રિયા
- બ્રિટિશ વર્જિન આઈલેન્ડ
- અંગ્વેલિયા
- સેંટ બાર્થ
- કેરેબિયન નેધરલેન્ડ
- મોન્ટસેરાટ
- ટકર્સ એન્ડ સાઈકોઝ
- સેન્ટ કીટ્સ એન્ડ નેવિસ
- તિમોર લેસ્ટે
- ફ્રેંચ પોલેનેશિયા
- અરુબા
- ફાઈરો આઈલેન્ડ
- આઈલે ઓફ મેન
પ્રાપ્ત વિગતો અનુસાર, બુધવારે સવાર સુધીમાં દુનિયાભરમાં આ મહામારીના કારણે 7,316,944 જેટલા લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તો 413,627 જેટલા લોકોએ આ મહામારીના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. વિશ્વભરમાં કોરોના વાયરસથી સાજા થનારા દર્દીઓનો આંકડો પણ વધીને 3,602,502 સુધી પહોંચી ગયો છે.