ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ રેન્કિંગમાં ટોપ 5માં પાછો ફર્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવારે જાહેર કરાયેલ ટેસ્ટ રેન્કિંગમાં, હિટમેને સપ્ટેમ્બર 2021 પછી ટોપ 5માં પુનરાગમન કર્યું છે. આ સાથે જ વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલને પણ ફાયદો થયો છે. બંને અનુક્રમે છઠ્ઠા અને સાતમા સ્થાને પહોંચી ગયા છે. આ ત્રણેય ભારતીય બેટ્સમેનો ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ શ્રેણીમાં સારા પ્રદર્શન સાથે તેમના રેટિંગમાં સુધારો કરવા ઈચ્છશે.
Sri Lanka’s spirits lifted further with a climb up the ICC Men’s Test Player Rankings after a stunning triumph over England 🤩 #WTC25 | Read on 👇https://t.co/mPHlfVI9Y0
— ICC (@ICC) September 11, 2024
ભારતે આ વર્ષે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમી હતી. આ દરમિયાન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે જોરદાર પ્રદર્શન કર્યું હતું. બંને શાનદાર ફોર્મમાં હતા. યુવા બેટ્સમેને આ શ્રેણીમાં બે સદી અને ત્રણ અડધી સદીની મદદથી 712 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારતીય કેપ્ટને બે સદી ફટકારીને 400 રન પણ પૂરા કર્યા.