ભારતીય ક્રિકેટ ટીમે કોલકાતામાં રમાયેલી બીજી ODI મેચમાં શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારતને 216 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 43.2 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી કેએલ રાહુલે 64 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની અડધી સદીની મદદથી ભારતીય ટીમ કટોકટી સામે લડીને જીતવામાં સફળ રહી હતી.
A victory by 4️⃣ wickets for #TeamIndia in the second #INDvSL ODI here in Kolkata and the series is sealed 2️⃣-0️⃣ 👏👏
Scorecard ▶️ https://t.co/jm3ulz5Yr1 @mastercardindia pic.twitter.com/f8HvDZRJIY
— BCCI (@BCCI) January 12, 2023
શ્રીલંકાએ આપેલા ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલ અને રોહિત શર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન રોહિત 17 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 21 બોલનો સામનો કર્યો અને 2 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. શુભમન 12 બોલમાં 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ કોહલી પણ કંઈ ખાસ કરી શક્યો નથી. તે માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. શ્રેયસ અય્યરે 33 બોલમાં 28 રન બનાવ્યા હતા.
.@klrahul scored an unbeaten half-century in the chase when the going got tough and he becomes #TeamIndia's Top Performer from the second innings 👏👏 #INDvSL
A look at his batting summary 🔽 pic.twitter.com/O0J554bwtK
— BCCI (@BCCI) January 12, 2023
હાર્દિક પંડ્યાએ રાહુલ સાથે અડધી સદીની ભાગીદારી રમી હતી. તે 53 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. અક્ષર પટેલે 21 બોલમાં 21 રન બનાવ્યા હતા. તેણે એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. રાહુલે ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 103 બોલનો સામનો કરીને અણનમ 64 રન બનાવ્યા હતા. રાહુલે આ મેચમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. ટીમ ઈન્ડિયાનો ટોપ બેટિંગ ઓર્ડર ખરાબ રીતે હચમચી ગયો હતો, ત્યારબાદ રાહુલે લીડ લીધી અને જીત મેળવી. કુલદીપ યાદવ 10 બોલમાં 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 2 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.
શ્રીલંકાએ બીજી વનડેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓલઆઉટ થતાં સુધી ટીમે 39.4 ઓવરમાં 215 રન બનાવ્યા હતા. આ દરમિયાન નુવાનિડુ ફર્નાન્ડોએ અડધી સદી ફટકારી હતી. તેણે 63 બોલનો સામનો કરીને 50 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા સામેલ હતા. કુસલ મેન્ડિસે 34 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 34 રન બનાવ્યા હતા. કેપ્ટન દાસુન શનાકા માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર ખેલાડી અવિશકા ફર્નાન્ડોએ 20 રનનું યોગદાન આપ્યું હતું. તેણે 17 બોલમાં 4 રન બનાવ્યા હતા.
શ્રીલંકાની ઇનિંગ દરમિયાન ભારત તરફથી મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી હતી. તેણે 5.4 ઓવરમાં 30 રન આપ્યા હતા. કુલદીપ યાદવે પણ ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે 10 ઓવરમાં 51 રન આપ્યા હતા. ઉમરાન મલિકે 7 ઓવરમાં 48 રન આપીને 2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 5 ઓવરમાં 16 રન આપીને એક વિકેટ લીધી હતી.