મધ્ય પ્રદેશ: રાજ્ય સરકારે મહિલાઓને સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત આપવાની જાહેરાત કરી છે. મંગળવારે રાજધાની ભોપાલમાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે અનામત વધારીને 35 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ માહિતી આપતાં મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ જણાવ્યું કે, રાજ્યમાં હવે સરકારી સેવાઓમાં જે પણ ભરતી થશે તેમાં મહિલાઓ માટે 35 ટકા બેઠકો અનામત રહશે. અગાઉ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 30 ટકા અનામત હતી, જે બાદમાં વધારીને 33 ટકા કરવામાં આવી હતી અને હવે તે વધારીને 35 ટકા કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણની દિશામાં આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.