નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા આઠ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશ એકબીજા પર મિસાઇલ, ડ્રોન અને ફાઈટર જેટથી હુમલા કરી રહ્યા છે. ઇઝરાયેલ જ્યાં ગાઝામાં હમાસ સામે લડી રહ્યો છે, ત્યાં બીજોં મોરચો ઈરાન સામે પણ ખૂલી ગયો છે. આ યુદ્ધમાં ઇઝરાઇલને દરરોજ લાખો ડોલરનો ખર્ચ કરવો પડી રહ્યો છે. એક અહેવાલ મુજબ ઈરાન સામેના જંગમાં ઇઝરાયેલ દરરોજ આશરે 62,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યો છે.
ઈરાન સામેના શરૂઆતના સૈન્ય અભિયાનમાં જ ઇઝરાયેલનો ખર્ચ ખૂબ વધી ગયો હતો. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સના નિવૃત બ્રિગેડિયરના કહેવા મુજબ આ ઓપરેશનના શરૂઆતના 48 કલાકમાં જ ઇઝરાયલે 1.4 બિલિયન ડોલર (અંદાજે 1,25,000 કરોડ રૂપિયા) ખર્ચી નાખ્યા હતા એમ અહેવાલ કહે છે.
ઇઝરાઇલ હવે ઈરાન સામેની લડાઈમાં દરરોજ આશરે 725 મિલિયન ડોલર (62,000 કરોડ રૂપિયા) ખર્ચી રહ્યો છે. સરકારી આર્થિક સલાહકારોના અનુસાર માત્ર જેટ ફ્યુઅલ અને હથિયાર પર જ દરરોજ અંદાજે 300 મિલિયન ડોલર (26,000 કરોડ રૂપિયા) ખર્ચ થઈ રહ્યો છે.
આ યુદ્ધને કારણે દેશમાં ઘરેલુ ઉત્પાદન પર પણ નકારાત્મક અસર પડી છે. સૈન્ય ખર્ચ પણ વધી રહ્યો છે. રિઝર્વમાં રહેલા લોકોને પણ હવે લશ્કરમાં સામેલ કરીને મોરચે મોકલવામાં આવી રહ્યા છે. રિઝર્વ લશ્કરને સામેલ કરવાને કારણે દરરોજ 27 મિલિયન ડોલર (2.33 અબજ રૂપિયા) જેટલો ખર્ચ થઈ રહ્યો છે.
