નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલા પછી સિંધુ જળ વિવાદ હજુ શમ્યો પણ નથી કે પંજાબ અને હરિયાણા વચ્ચે ફરીથી પાણીને લઈને ટેન્શન વધી ગયું છે. પંજાબના CM ભગવંત માને સ્પષ્ટ કહ્યું છે કે પંજાબ જળ સરહદથી બહાર હરિયાણાને એક ટીપું પણ પાણી નહીં આપે.
માને સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે હરિયાણાએ તેના હિસ્સાનું પાણી વાપરી લીધું છે અને હવે તેને કોઈ વધારાનું પાણી આપવામાં નહીં આવે. હકીકતમાં, ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડ (BBMB)ની મિટિંગમાં હરિયાણાએ પંજાબ પાસેથી 8500 ક્યુસેક પાણી વધારાનું માગ્યું હતું.માને કહ્યું છે કે કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકારે પંજાબના પાણી અંગે એક ગંદી ચાલ ચલાવી છે. અમે આ ચાલને કોઈ પણ કિંમતે સફળ થવા નથી દઈએ. કેન્દ્ર સરકાર BBMB દ્વારા પંજાબ પર દબાણ બનાવી રહી છે કે હરિયાણાને વધારે પાણી આપવામાં આવે, પરંતુ પંજાબ સરકાર દબાણમાં નહીં આવે. તે હરિયાણાને એક ટીપું પણ વધારાનું પાણી નહીં આપે.
ਬੀਜੇਪੀ ਦੀ ਕੇਂਦਰ ਸਰਕਾਰ ਵੱਲੋਂ ਪੰਜਾਬ ਦੇ ਪਾਣੀਆਂ ਨੂੰ ਲੈ ਕੇ ਇੱਕ ਹੋਰ ਕੋਝੀ ਚਾਲ ਚੱਲੀ ਜਾ ਰਹੀ ਹੈ, ਅਸੀਂ ਕਿਸੇ ਕੀਮਤ ‘ਤੇ ਇਸਨੂੰ ਕਾਮਯਾਬ ਨਹੀਂ ਹੋਣ ਦੇਵਾਂਗੇ।
…..
भाजपा की केंद्र सरकार की तरफ से पंजाब के पानी को लेकर एक और गंदी चाल चली जा रही है, हम इसे किसी भी कीमत पर सफल नहीं होने देंगे। pic.twitter.com/Kffw8ZQEoK— Bhagwant Mann (@BhagwantMann) April 29, 2025
તેમણે કહ્યું હતું કે આ રાજકીય મુદ્દો નથી, પણ ખેડૂતના હકની લડાઈ છે. પંજાબમાં લાખો ખેડૂતોને ખેતી માટે પાણી જોઈએ છે. અમારા નદીઓ અને જનતાનો હક છીનવવામાં આવી રહ્યો છે.
માને વિડિયો જાહેર કરીને કહ્યું હતું કે BBMB દ્વારા ડેમનું પાણી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં નક્કી થયેલા ક્વોટા મુજબ વહેંચવામાં આવે છે. આ રાજ્યોને ફિક્સ પાણીની માત્રા આપવામાં આવે છે, જે વર્ષના 21 મેથી આગલા વર્ષના 21 મે સુધી માન્ય હોય છે.
તેમણે કહ્યું હતું કે હરિયાણાએ પોતાના હિસ્સાનું પાણી માર્ચ મહિનામાં જ પૂરું કરી નાખ્યું છે. હવે તે 8500 ક્યુસેક પાણી વધારાનું માગી રહ્યું છે. જો તેને આ પાણી આપવામાં આવશે, તો પંજાબના ખેડૂતોએ કપરા સમયમાં આવી પડશે.
