નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણી અંગે કોંગ્રેસે ગેરંટી પત્ર જાહેર કરી દીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ બુધવારે પાર્ટી તરફથી હરિયાણાના લોકોને સાત ગેરંટી આપી છે. હરિયાણા કોંગ્રેસના ઈન્ચાર્જ દીપક બાવરિયાએ આ પ્રસંગે કહ્યું કે, ભાજપના શાસનમાં હરિયાણામાં અપરાધો વધી ગયા છે. મહિલાઓને સશક્ત બનાવવા અમે બે હજાર રૂપિયા આપીશું. 18 વર્ષથી 60 વર્ષની મહિલાઓને તેનો ફાયદો મળશે. લોકોની મુશ્કેલી ઘટાડવા માટે વૃદ્ધો, દિવ્યાંગો અને વિધવાઓને 6 હજાર રૂપિયા પેન્શન ચૂકવાશે. જ્યારે નિવૃત્ત કર્મચારીઓનું જીવન સરળ બનાવવા ઓ.પી.એસ. લાગુ કરાશે. મોંઘવારીનું ભારણ ઘટાડવા માટે સિલિન્ડર પણ 500 રૂપિયા કરી આપીશું.યુવાઓને શ્રેષ્ઠ ભવિષ્ય આપીશું. 2 લાખ ખાલી સરકારી પદો પર ભરતી બહાર પાડશું અને હરિયાણાને નશામુક્ત કરવાના પ્રયાસ કરીશું. આ સાથે કોંગ્રેસે હરિયાણામાં 300 યુનિટ ફ્રી વીજળી આપવાનો વાયદો કર્યો છે.
है गाथा विश्वास की,
जन-जन के कल्याण की।
कांग्रेस है संकल्पबद्ध,
हरियाणा के विकास की।।कांग्रेस सरकार बनते ही हरियाणा में विकास के नए युग का आरंभ होगा।#आ_रही_है_कांग्रेस pic.twitter.com/nIy0yvYmWo
— Haryana Congress (@INCHaryana) September 18, 2024
કોંગ્રેસે હરિયાણાના લોકોને નીચે મુજબના વાયદાઓ કર્યા છે.
1. ગરીબો માટે આવાસ બનાવશે. 100 યાર્ડનો પ્લોટ આપવામાં આવશે. રૂ. 3.5 લાખની કિંમતના બે રૂમના મકાન આપવામાં આવશે.
2. મહિલાઓને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે. 500 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવશે.
3. લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કાયદેસર રીતે અમલી બનાવાશે. પાક પર તાત્કાલિક ધોરણે વળતર મળશે.
4. વૃદ્ધાવસ્થા, વિકલાંગતા અને વિધવા પેન્શન પેટે રૂ. 6000 ફાળવશે. જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવામાં આવશે.
5. જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ક્રિમી લેયરની મર્યાદા વધારીને રૂ. 10 લાખ કરવામાં આવશે.
6. 2 લાખ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ડ્રગ ફ્રી હરિયાણાની પહેલ કરવામાં આવશે.
7. 300 યુનિટ સુધીની મફત વીજળી અને 25 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે.