લલિત વસોયાએ ભાજપ માં જોડાવા અંગે શું કર્યો ખુલાસો ?

લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં પક્ષ પલટાનું રાજકારણ ગરમાયું છે ત્યારે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ તેઓ કોંગ્રેસ છોડી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે એવી સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસનું મારા ઉપર ઋણ છે એ અદા કરવા મે થોડા દિવસો પહેલા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ની જવાબદારી સંભાળી છે.

લલિત વસોયા એ સોશિયલ મીડિયા માં એક વીડિયો પોસ્ટ કરી એવી પણ ચોખવટ કરી છે કે હાલ જ્યારે કોંગ્રેસ નો નબળો સમય ચાલી રહ્યો છે ત્યારે હું કોંગ્રેસ છોડુ તો મારી જનેતા નું ધાવણ લાજે. વડીલો એ એમને શીખવ્યું છે કે કોઈનું ઋણ માથે રાખવું નહી.

આ તકે તેમણે આ પ્રકારના અહેવાલો પ્રસિદ્ધ કરતા પહેલા માધ્યમો ખરાઈ કરે જેથી કોઈની ઈમેજ ને નુકશાન ન થાય અને કાર્યકરો શંકાની નજરે ન જોવે તેવી અપીલ કરી છે. પોરબંદર ના કોંગ્રેસ ના એક મોટા નેતા ભાજપ માં જઈ રહ્યા છે તેની સાથે ધોરાજી – ઉપલેટા ના પૂર્વ ધારાસભ્ય વસોયા નું નામ પણ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં આવ્યું છે.

(દેવેન્દ્ર જાન રાજકોટ)