મતદારોને તુલસી રોપાનું કરાયું વિતરણ, જાણો ક્યું કેન્દ્ર બન્યું ગ્રીન મતદાન મથક

રાજ્યમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યૂં છે. રાજ્યમાં 24.35 ટકા મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે આણંદમાં 11 વાગ્યા સુધીમાં 26.88 ટકા મત થયું છે. જ્યારે આણંદના વાંસકુવા મથક ખાતે મતદાન માટે લોકોને પ્રેરણા આપવા અનોખી પહેલ કરવામાં આવી છે. જ્યાં લોકો મતદાન કરવા પર તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ગ્રીન બુથ ખાતે ડોડીના રોપા રોપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મતદાન કેન્દ્રને એક મત એક વૃક્ષના નારા સાથે ગ્રીન મતદાન મથક કહેવામાં આવી રહ્યું છે.

ત્યારે બીજી બાજુ અમદાવાદ પૂર્વ લોકસભા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ઠ ઠક્કરબાપાનગર વિધાનસભા મતવિસ્તારના બુથ પર પ્રોત્સાહનના ભાગરૂપે મતદાન કરનાર મતદાતાઓને તુલસીના છોડ આપવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે સવારે 7 વાગ્યાથી 12 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની 93 લોકસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં લગભગ 120 મહિલાઓ સહિત 1300થી વધુ ઉમેદવારો મેદાને છે. જ્યારે 1.85 લાખ મતદાન મથકો પર કુલ 17.24 કરોડ મતદારો તેમનો મતાધિકાર આપવા માટે પાત્ર છે.