વલસાડની પ્રતિભાશાળી ડેન્ટિસ્ટને આંતરરાષ્ટ્રીય સન્માન

વલસાડ : સંશોધન ક્ષેત્રે સંકળાયેલા દરેકનું સ્વપ્ન હોય છે કે એમના સંશોધનને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થાય, બહુ ઓછા એમાં સફળ થાય છે. દાંતની સારવાર સાથે સંકળાયેલા વિશ્વભરના ડેન્ટિસ્ટ “ઓપરેટિવ ડેન્ટિસ્ટ્રી” નામના જર્નલને સંદર્ભ પુસ્તક તરીકે ઉપયોગમાં લે છે. બહુ ઓછા ભારતીયો અને જૂજ ગુજરાતીઓને (સંભવતઃ પ્રથમ) આમાં સ્થાન મળ્યું છે. વલસાડની યુવા ડેન્ટિસ્ટ ડૉ.સીમા ચાવડા આવું સન્માન મેળવનારી પ્રથમ છે.

વલસાડમાં ધોરણ 12 સુધી અભ્યાસ કરીને બીડીએસ અને એમડીએસ અમદાવાદથી ઉચ્ચ રેંકમાં કર્યું છે. હાલ વલસાડના તિથલ રોડ “ડી-કેર” નામે ક્લિનિક ચલાવતી અને દમણ ડેન્ટલ કોલેજમાં લેક્ચરર તરીકે સેવા આપતી ડૉ.સીમા ચાવડાએ પોતાની પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી ગાઈડ ડૉ.સુનીતા ગર્ગ (અમદાવાદ)ના માર્ગદર્શનમાં સંયુક્ત રીતે લખેલા એક સંશોધન પત્રને “ઓપરેટિવ ડેન્ટિસ્ટ્રી” નામના જર્નલએ પ્રકાશિત કરી છે.

આ લેખ માટે એમણે 12 મહિના સુધી સતત અભ્યાસ અને સંશોધન કર્યું હતું. દાંત કાઢ્યા, કાપ્યા કે ઘસ્યા વગર કે દાંત ઉપર કેપ લગાવ્યા વિના  દાંત ઉપરના સફેદ ડાઘ દૂર કરવાની સારવાર અંગેનું સંશોધન લખ્યો છે, સારવારની આ પધ્ધતિ એકદમ નવી છે. આ પત્રમાં પોતાનો લેખ પ્રકાશિત થવો એ દરેક ડેન્ટિસ્ટ માટે સન્માન છે.

કારકિર્દીની શરૂઆતમાં જ આ સિદ્ધિ મેળવીને ડૉ.સીમા એ પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે અને સાથે જ વલસાડ અને ગુજરાતનું નામ પણ વિશ્વના ડેન્ટિસ્ટ વચ્ચે બહુ સન્માનજનક રીતે કર્યું છે.

ડૉ.સીમાને આ સિદ્ધિની જાણ થતા એના પરિવારજનો, એના સિનિયર્સ, એના સાથીઓ અને સમાજ તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]