આ પાયલટને અમિત શાહનું વિમાન ઊડાવવાની ઈચ્છા પડી ભારે

નવી દિલ્હી:  પોતાના વરિષ્ઠ અધિકારીના નામનો ખોટો ઉપયોગ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વિમાન ઉડાવવાનો પ્રયત્ન કરનારા BSFના પાયલટે રાજીનામું આપ્યું છે. પાયલટની વિરુદ્ધ BSF અને દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. બીએસએફે અધિકારીઓને રવિવારે જણાવ્યું કે વિંગ કમાન્ડર જેએસ સાંગવાનનું રાજીનામું હાલમાં સ્વીકાર કરાયું નથી. આ સાથે જ તેમના આવેદન પર પણ વિચાર કરી શકાય છે.

 

મહત્વનું છે કે, કોઈની વિરુદ્ધામાં તપાસ ચાલી રહી હોય ત્યારે તેનું રાજીનામું કે રિટાયરમેન્ટને સ્વીકારવામાં આવતા નથી. કારગિલ યુદ્ધના હીરો સાંગવાને 2 સપ્ટેમ્બરે બીએસએફની એર વિંગ સેવામાંથી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેઓને 16 સપ્ટેમ્બરે ફરી પત્ર લખ્યો અને બીએસએફથી 31 ઓક્ટોબર સુધી સેવામાંથી કરવા કહ્યું છે.

જેએસ સાંગવાન પર આરોપ છે કે તેઓએ અમિત શાહનું વિમાન ઉડાડવા માટે પોતાના વરિષ્ઠ અધિકારીઓના નામનો ખોટો ઉપયોગ કર્યો હતો. તેઓએ વરિષ્ઠ અધિકારીના નામથી એલએન્ડટીને અનેક મેઈલ કર્યા હતા. તેમાં તેમની વિરુદ્ધમાં તપાસ શરૂ થઈ છે.

મળતી માહિતી અનુસાર જૂન અને જુલાઈમાં એન્જિનિયરિંગ એન્ડ કન્સ્ટ્રક્શન ફર્મ લાર્સન એન્ડ ટુબ્રોને બીએસએફના એરવિંગ પાસેથી અનેક ઈમેલ મળ્યા છે. તેમાં સાંગવાનને એલએન્ડએના વિમાનોને ઉડાવવાનો ચાન્સ આપવાની ભલામણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બીએસએફના એરવિંગ પાસે જ ગૃહમંત્રીના વિમાનો ઉડાડવાની જવાબદારી હોય છે. ઈમેલમાં લખ્યું હતું કે સાંગવાનની પાસે વિમાન ઉડાડવા માટે 4000 કલાકનો અનુભવ છે.

ગૃહમંત્રી પ્રવાસે હોય ત્યારે બીએસએફની એરવિંગ સામાન્ય રીતે વિમાન ઉડાડતા રહે છે. બીએસએફના આધારે સાંગવાન આ દેખાડવાની કોશિશ કરી રહ્યા હતા. તેમની પાસે વિમાન ઉડાડવા માટે પૂરતો ફ્લાઈંગ ઓવરનો અનુભવ છે. વીઆઈપી એરક્રાફ્ટ ઉડાડવા માટે ઓછામાં ઓછા 500 ફ્લાઈંગ ઓર્ડર, જ્યારે ગૃહમંત્રીના વિમાન ઉડાડવા માટે 100 ફ્લાઈંગનો અનુભવ હોવો જરૂરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]