રાજ્યમાં હજી બે દિવસ કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની  આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી ,મોડાસા અને મહેસાણા સહિત વરસાદની  આગાહી  કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે અને રાજ્યમાં લઘુતમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી ઘટતા ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિત ઠંડી વધશે અને બે દિવસ કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

રાજ્યમાં ભરશિયાળે ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદને કારણે ઠંડીનો પણ ચમકારો રહ્યો હતો. રાજ્યમાં વરસાદની આગાહીને કારણે ખેડૂતો પર માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. રાજ્યમાં ફરી વરસાદ અને ઠંડીનો સહન કરવા લોકોએ તૈયાર રહેવું પડશે.

રાજ્યના જિલ્લાઓમાં 10 ડિગ્રીથી 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આજે ઠંડા પવનો વહેલી સવારથી જ ફૂંકાઈ રહ્યા છે. તથા આગામી બે દિવસ માટે પણ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ગઈ કાલે ભર શિયાળે વરસાદી વાતાવરણ સર્જાયું હતું તો દિવસભર રાજ્યમાં ઠેર-ઠેર કમોસમી વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. કમોસમી માવઠું વરસતા રાજ્યમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આજે પણ રાજ્યમાં ઠેર-ઠેર કમોસમી વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]