ટ્રાફિક પોલીસે મહિલાને નાણાં ભરેલું પર્સ પરત આપ્યું

સુરતઃ સામાન્ય રીતે પ્રજાના મનમાં પોલીસની છાપ ઘણી ખરાબ થઈ ચૂકી છે. પોલીસનું નામ પડે એટલે લોકોના ખાખી વરદીધારી ફ માવતી અને લાંચ લેતી પોલીસનું ચિત્ર સામે આવે છે. પણ આજે પણ પોલીસમાં કેટલાક લોકો એવા છે, જે તેમનું કામ ઘણી ઇમાનદારીથી કરે છે. ટ્રાફિક પોલીસના એક જવાને આ વાત સાચી કરી બતાવી છે. એક ટ્રાફિક જવાને એક લાખ રૂપિયા ભરેલું પર્સ મહિલાને પરત કરીને ઇમાનદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

એક જુલાઈ એટલે કે ગઈ કાલે શહેરના ભટાર ચાર રસ્તે ટ્રાફિકનું નિયમન કરી રહેલા હેડ કોન્સ્ટેબલ કૈલાશભાઈ ભાગવતપાઈ, લોકરક્ષક બળદેવજી રઘુજી, ટીઆરબી જવાન દિનેશ રામચરણ પટેલ અને ટીઆરબી જવાન રાહુલ પ્રતાપ ટ્રાફિકનું નિયમન કરી રહ્યા હતા, ત્યારે એક મહિલા એક્ટિવા પર જઈ રહી હતી, ત્યારે ત્યાંથી મહિલાએ ટર્ન લેતા સમયે તેનું પર્સ નીચે પડી ગયું હતું. ત્યાર બાદ ટીઆરબી જવાને બેગ ભરેલું પર્સ લઈને માલિકને શોધવા માટે  તે અઠવા ગેઠ પોલીસ સ્ટેશન પહોંચ્યો. એ પર્સમાં એક લાખ રૂપિયા રોકડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ હતું. જેને આધારે પોલીસે માલિકની શોધખોળ શરૂ કરી.

અડધા કલાકની અંદર એ પર્સનો માલિક શોધતાં-શોધતાં ભટાર ચાર રસ્તાના પોઇન્ટ પર પોલીસને એ વિશે માહિતી મગી. પોલીસે કહ્યું હતું કે તેની ટીમના એક પોલીસ અધિકારીએ એ બેગ જમા કરાવી છે. પૈસા ભરેલું પર્સ પરત મળતાં મિત્તલબહેને ટ્રાફિક પોલીસનો આભાર માન્યો. પોલીસ કમિશનર અજય તોમરને જ્યારે એ વિશે માહિતી મળી તે તેમણે ભટાર ચાર રસ્તા પર તહેનાત ટીમને અભિનંદન આપવા બોલાવી હતી.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]