ગુજરાતી નારીની દ્રઢનિશ્ચયતા!

આ ફોટામાં દેખાતાં પ્રભાબહેન શાહ, કેન્યાના ફોર્ટ પોર્ટલ નામના એક નાના ગામમાં ઉછરીને મોટાં થયાં હતાં. ‘દીકરીને ભણવાની શી જરૂર છે?’ એવી પિતાની તે સમયની મનોદશાને લીધે ફક્ત ૬ ચોપડી ભણીને શાળાને વિદાય આપી હતી. પછી ભાભી પાસેથી સીલાઈકામ, ભરતગૂંથણ શીખ્યાં પણ સાસરે આવી ફરી બધું થાળે મૂકાઈ ગયું. ભાગ્યજોગે લગ્ન પછી નૈરોબીમાં ગાડી ચલાવતાં શીખી ગયાં હતાં.

૭૦ના દાયકામાં કેન્યાથી ઘણાં ભારતીયો ઈંગ્લેન્ડ આવી સ્થાયી થયાં ત્યારે તે પણ અહીં આવી વસ્યાં. હવે પુત્રોની વિનવણીથી લંડનમાં ગાડી ચલાવવાનું લાયસન્સ ન લીધું, પણ એ આવડત હજુ ભૂલાઈ નહોતી. કોવિડના ‘લોકડાઉન’માં હરવાફરવાનું બિલકુલ બંધ થઈ ગયું તેમાં તેમની સાયટિકાના દુખાવાના લીધે ઘૂંટણ પર અસર થઈ અને ચાલવામાં મુશ્કેલી પડવા લાગી, જેથી પુત્રોએ એમને આ સ્કૂટર લઈ આપ્યું જે મોટા પાર્કમાં થોડી પ્રેકટિસ કર્યા પછી ચલાવવા લાગ્યાં. ૮૨ વર્ષનાં પ્રભાબહેન શાહ હવે એ સ્કૂટરથી તેમના સ્થાનિક વિસ્તારમાં બિંદાસથી ફરે છે ને જરૂરી કામો એકલેહાથે આટોપી લે છે.

(ભદ્રા વડગામા- લંડન)