મુસ્લિમ શાસક પણ જ્યાં ઝુકી ગયા એવો ચમત્કાર છે આ ગણેશ મંદિરનો

 ‘વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભઃ નિર્વિધ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા’ સમગ્ર દેશમાં ચારેકોર ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે આજે એવા ગણેશ મંદિરની વાત કરીએ જેમના ચમત્કારે ઔરંગઝેબને પણ નતમસ્તક કર્યા હતા.

ગુજરાતના નવસારીના સિસોદ્રા ગામમાં ગણેશવડના ગણપતિબાપાના ચમત્કારો ગુજરાત સહિત દેશેમાં પણ જાણીતા છે. ભાવિકો દૂર-દૂરથી દાદાના દર્શન કરવા આવે છે. ખાસ કરીને ગણેશ ઉત્સવ દરમિયાન ભક્તોની ભીડ જામે છે.

કેહવાય છે કે આ મંદિર 550 વર્ષ જૂનું છે. જેનો એક અનોખો ઈતિહાસ છે. લોકવાયકા છે કે મુસ્લિમ રાજા ઔરંગઝેબ હિન્દુસ્તાનમાં આવેલા મંદિરોને નુકઆશન પહોંચાડી રહ્યાં હતા ત્યારે સિસોદ્રા ગામના મંદિરને પણ નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઔરેગઝેબે પોતાના સૈનિકોને આ મંદિરને નુકશાન પહોંચાડવાનો આદેશ કર્યો ત્યારે કહેવાય છે કે મંદિરમાં ભમરાઓનું ટોળુ આવ્યું અને સૈનિકોને બે વાર મંદિરમાંથી ભગાડ્યા. એ દિવસે ઔરંગઝેબે આ મંદિરને નુકશાન પડોંચાડવાનો ઈરાદો બદલવો પડ્યો અને ભગવાન ગણેશ આગળ શરણાગતિ સ્વીકારી મંદિરને જમીનદાનમાં આપી હતી. આજે પણ એ દસ્તાવેજી પુરાવાઓ મંદિરમાં હયાત છે.

એ સમયથી લઈ ગણેશ દાદાની સેવા અર્ચના ગોસ્વામી પરિવાર કરી રહ્યા છે. હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. ઉપરાંત અંગારિકા ચોથ અને મંગળવારે પણ ભક્તોની ભારે ભીડ રહે છે.  ગણેશવડ મંદિરમાં આવીને ભક્તોને અનેક ચમત્કારી અનુભવો થયા છે.