GSEBના ધોરણ 12નું 6, 10નું પરિણામ ચોથી જૂને જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને ધોરણ 12 સમાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામની તારીખ શિક્ષણપ્રધાન જિતુ વાઘાણી દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતી કાલે શનિવારે જાહેર કરવામાં આવશે, જ્યારે ધોરણ 10નું પરિણામ છઠ્ઠી જૂને જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જોઈ શકશે.

રાજ્યમાં અંદાજે 9.48 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4. 25 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અને ધોરણ 10ની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલ વચ્ચે થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, 12 મે 2022એ રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પરથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર થયા બાદ શિક્ષણ બોર્ડ દ્વારા માર્કશીટ શાળાઓમાં મોકલવામાં આવશે, અને વિદ્યાર્થીઓ પોતાની શાળાઓમાંથી માર્કશીટ મેળવી શકશે.