કોર્ટનો આદેશઃ જિગ્નેશ મેવાણીને ગુજરાત છોડવા ઉપર પ્રતિબંધ

અમદાવાદઃ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત કુલ ૧૦ આરોપીઓને વર્ષ ૨૦૧૭ના જુલાઈમાં વગર પરવાનગીએ રેલી કાઢવાના કેસમાં મહેસાણાની મેજિસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠરાવી ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો.

મહેસાણા સેશન્સ કોર્ટ સમક્ષ આ હુકમને પડકારતી અપીલ અરજી કરવામાં આવી હતી, જેમાં આજે જામીન અરજીની સુનાવણીમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, રેશમા પટેલ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ-કન્વીનર સુબોધ પરમાર સહિતના દોષિતોને વગર પરવાનગીએ ગુજરાત નહીં છોડવા આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને પાસપોર્ટ જમા કરાવવાની અને જામીન સ્વરૂપે મળેલી સ્વતંત્રતાનો ઉપયોગ કરી અન્ય ગુનામાં સામેલ ન થવાની તાકીદ કરવામાં આવી છે. આ સાથે  કોઈ મિલકત હોય તો એના પુરાવા રજૂ કરવા – આ મુજબની શરતોને આધીન તેમને જામીન આપવામાં આવ્યા છે.