કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તે મામલે આજે સલાહકાર સમિતીની બેઠક યોજાઈ હતી. સલાહકાર સમિતીની આ બેઠક ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠક કોઈપણ પ્રકારના નિર્ણય વગર સંપન્ન થઈ હતી. જો કે ત્યાર બાદ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના મામલે કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવાનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો છે. વિધાનસભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવમાં ભાગ લેવા તેમનું સસ્પેનશન રદ્દ કરવાની માંગ સાથે કોર્ટમાં અરજન્ટ હિયરિંગની માંગ કરાઇ છે. જે સંદર્ભે કોર્ટમાં આજે બપોરે અથવા આવતી કાલે સવારે સુનાવણી હાથ ધરાય તેવી શક્યતાઓ છે.

ધારાસભ્યો અંબરિષ ડેર અને પ્રતાપ દૂધાતને ત્રણ વર્ષ માટે અને બળદેવજી ઠાકોરને એક વર્ષ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.