આવ રે વરસાદ ઢેબરીયો પરસાદ, મેઘરાજાનું ગુજરાતમાં પહેલું આગમન

સાપુતારાઃ ગરમીથી ત્રસ્ત તનમનને ટાઢોડું થાય એવા સમાચાર આવી ગયાં છે. રાજ્યમાં ચોમાસાની છડી પોકારતાં પહેલાં વરસાદે ડગ માંડી દીધાં છે. કાળઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને સાપુતારા અને અમરેલીમાં વરસાદ વરસ્યો હતો. અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં લોકોને ગરમીથી રાહત મળી તો પર્યટક સ્થળ સાપુતારામાં વરસાદી વાતાવરણ વચ્ચે નયનરમ્ય દ્રશ્યો સર્જાયાં હતાંવરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો ડાંગ જિલ્લાના પર્યટક સ્થળ સાપુતારામાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને હળવો વરસાદ વરસતાં પર્યટકોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી.

હવામાન વિભાગે ત્રણ, ચાર અને પાંચ જૂન દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરી હતી. હવામાનની આગાહી બાદ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલા વાતાવરણમાં પલટાને કારણે લોકોને લોકોને ગરમીની આંશિક રાહત મળી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]