મુસ્લિમ વેપારીએ આપ્યું સૌહાર્દનું સરનામુ, તપસ્વીઓ માટે બનાવ્યો આ ડોમ

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં શીલરત્નસૂરિશ્વરજી મહારજ સાહેબના સાનિધ્યમાં દેવદિવાળી સુધી ચાલનારા ચાતુર્માસના કાર્યક્રમમાં ઉસ્માન હાજીભાઇ ઘાંચીએ સમગ્ર ડોમનો ખર્ચ ઉપાડી લીધો છે. ત્યારે અહીંયા ફરી એકવાર કોમી એકતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે.

ઉસ્માન હાજીભાઇ ઘાંચી 2011થી શીલરત્નસૂરિશ્વરજી મ.સા.ના સંપર્કમાં આવ્યા હતાં. મહારાજ સાહેબના પ્રવચનથી તેઓ પ્રભાવિત થયા હતાં. ઉષ્માન ઘાંચીને આર્શીવાદ ફળતાં તેઓ સમયાંતરે આર્શીવાદ લેવા આવતાં હતાં. તેમની સાથે પ્રત્યેક બાબતોએ સત્સંગ કરતાં હતાં.

શીલરત્નસૂરિશ્વરજી મ.સા.એ કહ્યું હતું કે છેલ્લા સાત વર્ષથી ઉષ્માન ઘાંચી સાથે મારો પરિચય છે. મારા શિષ્યમાં જાતિવાદ નથી. મારી સમક્ષ કોઇ પણ આવે તો હું શાંતિપૂર્વક તેની રજૂઆત સાંભળું છું. ઉસ્માન ઘાંચી ભલે મુસ્લિમ સમાજમાંથી આવે છે. પરંતુ તેઓ ખૂબ જ સરળ સ્વભાવના છે. પાલડીના વિતરાગ ખાતે અંદાજે 300 તપસ્વીઓ અઠ્ઠઇથી લઇ સિધ્ધીતપ અને ચાર્તુમાસના ઉપવાસમાં જોડાયેલા છે.