ધો.10ની માર્કશીટમાં સુધારા હવે ગાંધીનગરથી થશે, વડોદરાના ધક્કા મટ્યાં

ગાંધીનગરઃ ધોરણ 10ની માર્કશીટ કે પ્રમાણપત્રના નામ, અટક, કે જન્મ તારીખના સુધારા કરવા માટે અત્યારસુધી વડોદરા જવું પડતું હતું. પરંતુ હવે આ તમામ કામ ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ખાતે આવેલા વિદ્યાર્થી સેવા કેન્દ્રથી થઈ શકશે. મહત્વનું છે કે 10મા ધોરણની પ્રક્રિયાને હવે ગાંધીનગર બોર્ડ ખાતે શિફ્ટ કરવામાં આવી રહી છે. તો આ સાથે જ ધોરણ 12ના તમામ પ્રવાહના નિર્ણયો ગાંધીનગર બોર્ડની કચેરીથી થઈ રહ્યા છે.

આ સાથે જ વાલીઓ ટપાલ દ્વારા પણ પોતાની માર્કશીટ કે સર્ટિફિકેટમાં બદલાવ કરી શકે છે. જેમાં સચીવના નામે સેક્ટર 10માં આવેલી ઓફિસે મોકલી શકે છે. આ અમલ 1 ઓક્ટોબરથી લાગુ થશે. જેથી આવનારા સમયમાં ધો. 10ની તમામ પ્રક્રિયા ગાંધીનગરથી જ કરવામાં આવશે.