પાકા લાઈસન્સ માટે બીજા ટેસ્ટમાં એપોઈન્ટમેન્ટ નહી લેવી પડેઃ RTO

અમદાવાદઃ સુભાષબ્રિજ આરટીઓમાં હવે કાચા લાઈન્સ બાદ પ્રથમ વાહન ટેસ્ટમાં અરજદાર નાપાસ થાય તો વગર અપોઈનમેન્ટે પાકા લાઈસન્સ માટે બીજી ટેસ્ટ આપી શકાશે. આ નિર્ણયથી વાહન ટેસ્ટમાં નાપાસ થતા લોકોને રાહત પ્રાપ્ત થશે. કાચુ લાઈસન્સ કઢાવ્યા બાદ એક મહિના પછી પાકા લાઈસન્સની અપોઈનમેન્ટ લેવાની હોય છે. જો કે પાકા લાઈસન્સની અપોઈનમેન્ટ ત્રણ મહિને મળે છે અને કાચાની મુદ્દત છ મહિના સુધીની હોય છે. આથી અરજદારો પાકા લાઈસન્સ માટે પ્રથમવાર વાહનનો ટેસ્ટ આપી શકે છે.

જે લોકો પૈસા ખર્ચે તેમને જ વધુ વાહન ટેસ્ટ આપી શકાતો હતો જ્યારે બાકીના લોકોને કાચા લાઈસન્સ કાઢવાનો ખર્ચ પૂનઃ કરવો પડતો હતો. અરજદારોને વ્યાપક તકલીફ પડતી હતી. પરંતુ હવે કાચુ લાઈસન્સ ધરાવનાર અરજદાર પાકા લાઈસન્સ માટે પ્રથમ વાહન ટેસ્ટ આપે અને તેમાં નાપાસ થાય તો એક સપ્તાહ પછી બીજીવાર વગર અપોઈનમેન્ટે વાહન ટેસ્ટ આપી શકાશે. લોકો પાકા લાઈસન્સ માટે વધુ વાહન ટેસ્ટ આપી શકે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. લોકોને આનાથી ખૂબ લાભ થશે. ટેસ્ટ આપવા માટે 300 રુપિયા ભરવા પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]