ધો.10ના 3 વિદ્યાર્થીઓએ પોતાના સહપાઠીને ખવડાવી ઝેરી ગોળી

અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એક વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અન્ય 3 અહાધ્યાયીઓ દ્વારા ઝેરી ગોળી પીવડાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ વ્યાપી ગયો છે. વાત છે. વાત છે શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સરસ્વતી સ્કૂલની. આ શાળા 10માં અભ્યાસ કરતા 3 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની સાથે ભણતા અન્ય એક વિદ્યાર્થીને ટીંગાટોળી કરી જબરદસ્તી ઝેરી ગોળીઓ ખવડાવી દીધી હતી. વિદ્યાર્થી બેભાન થઈ જતા સારવાર માટે તેને એલ.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.દાણીલીમડાના ચોર્યાસીની ચાલીમાં રહેતા દીપકભાઈ ગેડિયાનો ૧૫ વર્ષનો પુત્ર વિવેક ૧૦માં ધોરણમાં મણિનગરના પુનિતઆશ્રમ પાસેની સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. છેલ્લા કેટલાય સમયથી ૧૦માં ધોરણમાં જ ભણતા ૩ વિદ્યાર્થીઓ વિવેકને હેરાન-પરેશાન કરતા હતા. શુક્રવારે બપોરે ૧૨.૩૦ વાગે સ્કૂલ છૂટી ગઈ એટલે વિવેક ઘરે જતો હતો. ત્યારે તેણે હેરાન કરતા હતા તે ૩ વિદ્યાર્થીઓ તેની પાસે આવીને પકડી લીધો હતો.

સ્કૂલની બહાર જ બે વિદ્યાર્થીઓએ તેણે ટીંગાટોળી કરીને અન્ય એક વિદ્યાર્થીએ જબરજસ્તી ૧૫ જેટલી ગોળીઓ તેણે ખવડાવી દીધી હતી. ત્યારબાદ વિવેક તેમની ચુંગાલમાંથી છૂટીને તેના ઘરે ગયો હતો. તે ટયૂશન જવા જતો હતો ત્યારે જ તેણે અચાનક બૂમો પાડી હતી કે તેણે પેટમાં ખૂબ જ દુખાવો થાય છે અને ચક્કર આવે છે. જેના કારણે તેના પરિવારજનો તેણે એલ.જી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. તેણે આઇસીયુમાં સારવાર માટે દાખલ કર્યો છે. આ અંગેની જાણ મણિનગર પોલીસને કરાતાં મણિનગર પોલીસે એલ.જી હોસ્પિટલમાં પહાંચીને વધુ તપાસ હાથ ધરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]