લંડનના સાયન્સ મ્યુઝિયમમાં શરૂ કરાશે ‘અદાણી ગ્રીન એનર્જી ગેલરી’

લંડનઃ અહીંના સાયન્સ મ્યુઝિયમ દ્વારા અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ નિર્મિત નવી ગેલરી ‘અદાણી ગ્રીન એનર્જી ગેલરી’ની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં જાણી શકાશે કે જલવાયુ પરિવર્તન સમસ્યાને રોકવા માટે દુનિયાના દેશો સૌથી ઝડપી ઊર્જા પરિવર્તનકાળમાંથી પસાર થઈ શકે છે. આ ગેલરી મુલાકાતીઓ માટે 2023માં ખુલ્લી મૂકાશે. તે ઊર્જા પરિવર્તનકાળ તથા ક્લાઈમેટ સાયન્સ ક્ષેત્રના લેટેસ્ટ ટ્રેન્ડને સમર્પિત રહેશે. બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન દ્વારા મ્યુઝિયમ ખાતે આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ શિખર સંમેલન દરમિયાન ‘અદાણી ગ્રીન એનર્જી ગેલરી’ની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી છે.

અશ્મિભૂત ઈંધણ પર દુનિયાના દેશોની નિર્ભરતા ઘટાડવા અને પેરિસ ક્લાઈમેટ સમજૂતીમાં નક્કી કરાયેલા લક્ષ્યાંકોને સિદ્ધ કરવા માટે જરૂરી એવી નવી વિજ્ઞાન અને ઊર્જા ક્રાંતિનો આ ગેલરી પતો લગાવશે. પેરિસ સમજૂતીમાં નક્કી કરવામાં આવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગને પૂર્વ-ઔદ્યોગિક સ્તરોના આશરે 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી સીમિત રાખવું. નવી ગેલરીમાં મુલાકાતીઓ ડેટા વિઝ્યુઅલાઈઝેશન અને ભાવિ પ્રોજેક્શન્સ નિહાળી શકશે. આ ગેલરી લોકોને નક્કર પગલાં કાર્યક્રમ ઘડવા માટે પ્રોત્સાહિત કરશે અને માર્ગદર્શન આપશે, એમ સાયન્સ મ્યુઝિયમ ગ્રુપના ચેરપર્સન ડેમ મેરી આર્ચરે કહ્યું છે. દુનિયાના પ્રથમ વીજળી બલ્બની શોધ કરનાર અમેરિકન વિજ્ઞાની થોમસ એડિસન નિર્મિત દુર્લભ એવી એડિસન ટ્યૂબ પણ અહીં પ્રદર્શનાર્થે મૂકાશે.

ઊર્જા ક્રાંતિમાં અગ્રગણ્ય સૌર્ય ઊર્જા ડેવલપર અદાણી ગ્રીન એનર્જી કંપની સમર્થક છે. તેનો ઉદ્દેશ્ય 2030ની સાલ સુધીમાં દુનિયાની સૌથી મોટી રીન્યુએબલ વિદ્યુત ઉત્પાદક કંપની બનવાનો છે. ડેમ મેરીએ એમ પણ કહ્યું કે, આ ગેલરી માટે મહત્ત્વની નાણાકીય સહાય પૂરી પાડવા બદલ અમે અદાણી ગ્રીન એનર્જીના ખૂબ આભારી છીએ.

અદાણી ગ્રીન એનર્જીના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે, એનર્જી રીવોલ્યૂશન ગેલરી માટે સમર્થન કરવામાં અમે ખુશી અનુભવીએ છીએ, જે એ શોધી કાઢશે કે માનવસમાજ ઓછા કાર્બનના વપરાશવાળી ટેક્નોલોજીઓ દ્વારા ભવિષ્યમાં ઊર્જા કેવી રીતે પૂરી પાડી શકશે. રીન્યૂએબલ એનર્જી ક્રાંતિ ઉલ્લેખનીય રહી છે. પવન અને સૂર્યમાંથી મળતી અમર્યાદિત ઊર્જા પ્રેરણાદાયી છે અને તે ઊર્જાને પ્રાપ્ત કરવાની આપણી ક્ષમતા આખરે આપણી પહોંચમાં આવી ગઈ છે અને આ પ્રેરણાને દર્શાવવા માટે સાયન્સ મ્યુઝિયમ ટીમ કરતાં બીજું કોણ બેહતર હોઈ શકે.

એનર્જી રીવોલ્યૂશનઃ અદાણી ગ્રીન એનર્જી ગેલરીને ચાર વિષયગત વર્ગો અનુસાર ડેવલપ કરવામાં આવી રહી છે. દરેક વર્ગ આ સદીના મુખ્ય પડકાર પર અલગ અલગ રીતે ભાર મૂકશે.

નવી ગેલરી ‘એટ્મસ્ફિઅર’નું સ્થાન લેશે જેણે એક દાયકા અગાઉ ખુલ્લી મૂકાયા બાદ 60 લાખથી વધારે મુલાકાતીઓને આકર્ષિત કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]