ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના ઝટકા અનુભવાયા છે, આ વખતે ગીર સોમનાથના તાલાલા અને સાસણ ગીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ઉપરાંત તાલાલાથી 13 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયુ હતુ.
રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ છે. ત્યારે ચોમાસું શરૂ થતાની સાથે જ ગરી સોમનાથની ધરા આજે ધ્રુજી હતી. મળતી માહિતી અનુસાર રિક્ટેલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 13 km દૂર નોર્થ ઇસ્ટમાં નોંધાયું છે. અચાનક ભર બપોરે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ફફડાય ફેલાયો છે, આજે બપોરે 2 વાગ્યે 47 મિનિટે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ઉપરાંત બપોરે 12 વાગ્યે પણ ભૂકંપના કેટલાક ઝટકા લોકોને અનુભવાયા હતા. નોંધનીય છે કે કચ્છની ધરા પર અવારનાવાર ભૂકંપના આચકાનો અનુભવ થતો હોય છે.
આપને જણાવી દઈએ કે પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.