વિદેશમાંથી દૂધની આયાત રોકો, સીએમ રૂપાણી સુધી ગઈ વાત…

કચ્છ- આપણાં દેશમાં સૌથી વધુ લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે, અને મોટાભાગના ખેડૂતો જિલ્લામાં આવેલી ડેરીમાં દૂધ વેચે છે. જો આ વેચાણ બંધ કરવામાં આવે અને બહારના દેશમાંથી દૂધની આયાત કરવામાં આવે તો દૂધ ઉત્પાદક સંઘ અને ખેડૂતોને મોટું નુકસાન પહોંચી શકે તેમ છે. જેને લઇ કચ્છની સરહદ ડેરીના ચેરમેન દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવી છે.

દૂધની આયાત રોકવા માટે વિજય રૂપાણીને વાત પહોંચાડતી રજૂઆતમાં જણાવાયું છે કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે ભારતીય ડેરી ઉદ્યોગ અને રીજિયોનલ કોમ્પ્રેહેસીવ ઇકોનોમિક પાર્ટનરશીપ કરાર કર્યો છે. જે હેઠળ ભારતની ડેરીને આ ઇકોનોમિક આયાતમાંથી બાકાત કરવામાં આવે તેમ જણાવ્યું,

રીજિયોનલ કોમ્પ્રેહેસીવ ઇકોનોમિક પાર્ટનરશીપ દ્વારા ઓસોસિયેશન ઓફ સાઉથઇસ્ટ ઓશિયન નેશનના 10 સભ્યો જેવા કે બ્રુનેઇ, કમ્બોડીયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામ સાથે ફ્રી ટ્રેન્ડ એગ્રિમેન્ટમાં 6 સભ્યો જેવા કે ચીન, જાપાન, ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા અને ન્યૂઝીલેન્ડ સાથે કરાર કરવાનું નક્કી કર્યુ છે.

આ ઉપરાંત કરારની શરતો અને નિયમોમાં ભારત દ્વારા ન્યૂઝીલેન્ડમાં જેની વસ્તી 48 લાખની છે જે અમદાવાદ શહેર કરતાં પણ ઓછી છે. જે ખૂબ સસ્તા ભાવે ઓછી આયાત ડ્યૂટી ભરીને દૂધની બનાવટોને ભારતની બજારમાં મુકવાની પેરવીમાં છે. આ સાથે જો ન્યૂઝીલેન્ડ સાથે કરાર કરવામાં આવે તો તેમના માત્ર કુલ ઉત્પાદનના 5 ટકા પણ નિકાસની છૂટ આપવામાં આવે તો ભારતના બજારની જરુરિયાત 28 ટકા બરાબર છે.

જો કે દૂધ ઉત્પાદન કરતા દેશો ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યૂરોપિયન કે જ્યાં દૂધના ઉત્પાદન સામે ખપત ઓછી છે. જેની દૂધની બનાવટો ભારતમાં નિકાસ કરવામાં આવશે તો દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા ભાવમાં ઘટાડો થશે અને પ્રતિ વર્ષે 3.5 લાખ કરોડનું નુકસાન થશે. જેની સીધી ખોટ ખેડૂતો અને પશુપાલકોની મળતી આવક પર પડશે. આવા સંજોગોમાં દૂધ ઉત્પાદન સહકારી સંઘ કે જે ખેડૂતો અને પશુપાલકોના ઉત્કર્ષની કામગીરી નફો નહીં પણ નુકસાનના ધોરણે છે. જેથી પશુપાલકના હિતને ધ્યાનમાં રાખીને દેશના ડેરી ઉદ્યોગને બાકાત કરવા જરુરી છે.