અમદાવાદ: ગુજરાતમાં વધતા રોડ અકસ્માતને લઈ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમોનો અસરકારક અમક કરાવવાના આદેશ આપવામાં આવ્યા હતા. સામાન્ય જનતા સહિત સરકારી અધિકારીઓમાં પણ ટ્રાફિક નિયમોની ઉણપ નોંધાય હતી. જેને લઈ હાઈકોટની ટકોર બાદ અમદાવાદમાં સરકારી અધિકારીઓમાટે સ્પેશિયલ ટ્રાઈવ ચલાવવામાં આવી હતી. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા આજે પોલીસ કમિશનર કચેરી સહિત તમામ સરકારી કચેરી પાસે ખાસ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં 72 પોલીસ જવાન સહિત 660 સરકારી કર્મચારીઓ સામે કેસ કરીને કુલ રૂ.3.30 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
અકસ્માતોની સંખ્યમાં થતા ચિંતાજનક વધારાને લઈ રાજ્ય પોલીસ વડાએ ગંભીર નોંધ લીધી હતી. ગુજરાતના તમામ સરકારી અધિકારી અને કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરીક તરીકે ઓળખ ધરાવે છે તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડલ બનીને હેલ્મેટ સહિત ટ્રાફિકના નિયમોનું પાલન જરુરી છે તેમ કહીને આજે તમામ સરકારી કચેરના પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસને ખાસ ઝુંબેશ રાખીને અસરકારક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા. જેના ભાગરૂપે મંગળવારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શાહીબાગ પોલીસ કમિશનર કચેરી તથા કલેકટર કચેરી બહાર હેલ્મેટના કાયદાનું કડક અમલ કર્યો હતો. જો કે કેટલાક પોલીસ સહિતના કર્મચારીઓ જાત જાતના બહાના બતાવતા હતા પરંતુ પોલીસે બહાનાબાજી ચલાવી ન હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી જેમાં ખાસ કરીને સમગ્ર અમદાવાદમાં 72 પોલીસ કર્મચારી સહિત કુલ 660 કર્મચારી પાસેથી રૂ. 3,30,000 દંડ વસૂલ્યો હતો. અમદાવાદમાં પોલીસ વડાએ હેલ્મટેના નિયમનો કડક અમલ કરવા માટે આદેશ આપ્યા હતા. તેમ છતાં આજે અમદાવાદ શહેરમાં કેટલાયે પોલીસ કર્મચારી હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા હતા.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)