વડોદરામાં 70% શેરી કૂતરાઓનું ખસીકરણ કરાયું

વડોદરાઃ  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ, ઇન્ડિયા (HSI) દ્વારા શહેરમાં 70 ટકા શેરી કૂતરાનું ખસીકરણ તથા રસીકરણનું કાર્ય ચાર માસથી પણ ઓછા સમયમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આ વર્ષે 4584 શેરી કૂતરાનું HIS-ઇન્ડિયા દ્વારા હડકવાવિરોધી રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું છે.  મોનિટરિંગ સર્વે દર્શાવે છે કે સ્તનપાન કરાવતી કૂતરીઓ અને ગલૂડિયાની વસ્તીમાં તેજીથી ઘટાડો થયો છે.  

HIS-ઇન્ડિયા વડોદરાના ડોગ પોપ્યુલેશન મેનેજમેંટ પ્રોગ્રામના મેનેજર ડો. સંજયે જણાવ્યું હતું કે વડોદરામાં માદા ખસીકરણનું ધ્યેય ચાર વર્ષની અંદર અમે 67 ટકા સુધી પાર પાડી ચૂક્યા છીએ. કૂતરાના વસ્તી નિયંત્રણ તથા અનિચ્છનીય ગલૂડિયાના જન્મનિયંત્રણ માટે આવતા વર્ષે હજી વધુ કૂતરાઓ પર અમે ખસીકરણ કરીશું.

વી.એમ.સી., માર્કેટ સુપરિન્ટેન્ડન્ટ, ડો. વિજય પંચાલનું કહેવું છે કે કૂતરા પકડવા બાબતે ટીમની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે HIS-ઇન્ડિયા દ્વારા એક નવો કેચિંગ પ્રોટોકોલ વિકસાવવામાં આવ્યો છે, જેના અમલીકરણને કારણે ખસીકરણનો દર રોગચાળા પૂર્વેના સ્તર સુધી અમે જાળવી શક્યા છીએ. બીજા વોર્ડમાં ખસીકરણના દરને જાળવી રાખતાં અથવા વધું સુધારો કરતાં, જે વોર્ડમાં ખસીકરણનો દર નીચો છે, (જેમ કે વોર્ડ 9, 5 અને 12 તેમ જ વોર્ડ 1 અને 3) તેમાં પણ નોંધપાત્ર સુધારો કરવામાં અમે વર્ષ 2021 માં સફળતા પ્રાપ્ત કરીશું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]