ભાજપના સંસદસભ્ય મનોજ તિવારીને ત્યાં લક્ષ્મીજી પધાર્યાં

નવી દિલ્હીઃ ભાજપના દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભોજપુરી ફિલ્મસ્ટાર મનોજ તિવારીને બીજી વાર પિતા બનવાનું સુખ પ્રાપ્ત થયું છે. બુધવારે તેમને ત્યાં લક્ષ્મીજી પધાર્યા છે. તેમણે આ વાત ટ્વીટ કરીને જણાવી હતી. એ પછી તેમના ટ્વીટ પર શુભકામનાઓનો વરસાદ થયો હતો. તેમને ત્યાં બીજી બેબીનો જન્મ થયો છે.  ભોજપુરી ઇન્ડસ્ટ્રીના ફિલ્મસ્ટાર મનોજ તિવારીની મોટી પુત્રી જિયા 12મા પછી આગળનું શિક્ષણ મુંબઈમાં લઈ રહી છે. મનોજ તિવારીનાં લગ્ન 1999માં રાણી તિવારી સાથે થયાં હતાં.

મનોજ તિવારીએ 2013માં ભાજપ પ્રવેશ કર્યો હતો અને 2014માં લોકસભાની ચૂંટણીમાં ઉત્તર-પૂરેવ દિલ્હીથી પહેલી વાર તેઓ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ જયપ્રકાશ અગ્રવાલને કરાવ્યા હતા. ત્યાર બાદ તેઓ દિલ્હી ભાજપના અધ્યક્ષ બન્યા હતા અને તેમના નેતૃત્વમાં પાર્ટીએ કોર્પોરેશનની ચૂંટણી લડી હતી.  ભાજપે આ ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી.

ત્યાર બાદ ફરી વર્ષ 2019માં ઉત્તર-પૂર્વ દિલ્હીની સીટ પરથી મનોજ તિવારીએ લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત્યા હતા.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]