રાજકોટ TRP ગેમ ઝોમને અગ્નિકાંડને 20 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. અગ્નિકાંડમાં 27 મામૂસ લોકોના જીવ હોબાયા બાદ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે હાઈકોર્ટ તમામ અધિકારીઓની પૂછપરછ કરવાના પણ આદેશ આપ્યા છે. આ અગ્નિકાંડ પહેલાની પણ કેટલીક દુર્ઘટનાને લઈ સરકાર સઘન જાગી હોય તેવો માહોલ રાજ્યમાં જોવા મળી રહ્યો છે. ત્યારે હવે SITની તપાસ આજે ફરી નવા ખુલાસા થયા છે.
અગ્નિકાંડની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમે કોર્ટમાં સ્પે. પીપી. તુષાર ગોકાણી દ્વારા કહ્યું કે, ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની કોઇ અરજી જ કોર્પોરેશનમાં કરવામાં નહોતી આવી. 25 મેના રોજ અગ્નિકાંડ સર્જાયા બાદ 26 તારીખના રોજ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. બનાવના 1 દિવસ બાદ અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના ઓરિજનલ રજિસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો. જાડેજાની સૂચનાથી રજિસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો.
શું છે મામલો?
રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ 28 મૃતદેહ મળ્યા હતા. માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહની હાલત એવી થઈ ગઈ કે DNA ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોનાં સેમ્પલ એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એરલિફ્ટ કરવાની નોબત આવી હતી. પુરાવાનો નાશ કરવા રાજકોટ મનપાના પાંચ જેસીબી કામે લાગ્યાંની ઘટનાના 24 કલાકમાં જ આખા ગેમ ઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ગેમ ઝોનની જગ્યા હાલ મેદાનમાં ફેરવાઈ ગઈ છે. ગેમ ઝોન ધ્વસ્ત થયા પછી પણ માનવઅંગો મળ્યાં, જેને સિવિલ હોસ્પિટલ DNA રિપોર્ટ માટે ખસેડાયાં હતાં.